સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 7 જુલાઈ 2021 (17:02 IST)

PM Modi Cabinet Reshuffle LIVE: ગુજરાતમાંથી વધુ 3 ચહેરાને મંત્રીમંડળમાં મળી શકે છે સ્થાન

PM Narendra Modi Cabinet Reshuffle News  નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં મોટા ફેરફાર અને વિસ્તારનુ કાઉંટ ડાઉન શરૂ થઈ ગયુ છે. આ દરમિયાન માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયલ નિશાંક અને ડો.હર્ષ વર્ધનને આરોગ્યમંત્રીના પદ પરથી હટાવવામાં આવ્યા છે. તેમના સ્વાસ્થ્યમંત્રી અશ્વિની ચૌબે પાસેથી રાજીનામું પણ લેવામાં આવ્યું છે. લાંબી બીમારીને કારણે તેમને બહાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી દેબાશ્રી ચૌધરી પાસે પણ રાજીનામું માંગવામાં આવ્યું છે. આ સિવાય શ્રમ મંત્રી સંતોષ ગંગવારનું રાજીનામું પણ લેવામાં આવ્યું છે. એટલું જ નહીં, સદાનંદ ગૌડાનું પત્તુ પણ કાપવામાં આવ્યું છે અને શિક્ષણ રાજ્યમંત્રી સંજય ધોત્રાનું રાજીનામું પણ લેવામાં આવ્યું છે. બંગાળના સાંસદ બાબુલ સુપ્રિયો પાસેથી પણ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પદ પરથી રાજીનામું  લેવામાં આવ્યું છે
 
હરિયાણાના અંબાલાથી ચોથી વખત સાંસદ રતનલાલ કટારિયાનું રાજીનામું પણ લેવામાં આવ્યું છે. રાજ્યમંત્રી પ્રતાપચંદ્ર સારંગીનું રાજીનામું પણ સ્વીકારવામાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનને પણ કેબિનેટમાંથી હટાવી શકાય છે. મંગળવારે જ સામાજિક ન્યાય મંત્રી થાવરચંદ ગેહલોતને હટાવવામાં આવ્યા હતા અને તેમને કર્ણાટકના રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી હતી. આ રીતે અત્યાર સુધી 10 લોકોને કેબિનેટમાંથી બહાર કરવામાં આવ્યા છે. આ દરમિયાન બિહારમાં ભાજપે પોતાની ગઠબંધનવાળી જેડીયુનો પણ નિયંત્રણ લઈ લીધુ  છે. જેડીયુના ખાતામાં કેબિનેટ મંત્રીના એક પદ સાથે  રાજ્યમંત્રીના 3 પદ જશે. જેડીયુના નેતા આરસીપી સિંહ કેબિનેટ મિનિસ્ટર રહેશે.
 
સાંજે 6 વાગ્યે નવા મંત્રીઓના મંત્રીમંડળમાં જોડાવા માટે શપથવિધિ થશે. મોદી સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં 19 નવા ચહેરાઓનો સમાવેશ થઈ શકે છે. આ સાથે પ્રધાનોની પરિષદની સંખ્યા 53 થી વધીને 72 થઈ જશે.  કેબિનેટમાં કેટલાક મંત્રીઓનુ પદ વધી શકે છે.  તેમાંથી નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીનું નામ પણ ટોચ પર છે. 
 
આ દરમિયાન એલજેપી નેતા પશુપતિ કુમાર પારસ પણ પીએમ નરેન્દ્ર મોદીના આવાસ પર પહોંચી ગયા છે. એવુ કહેવાય રહ્યુ  છે કે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. જો આવું થયુ તો ચિરાગ પાસવાનને ફટકો લાગશે, જેને એલજેપીને ટૂટવાથી રોકવા માટે ભાજપને મદદની પણ અપીલ કરી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે મોદી કેબિનેટમાં હાલમાં 53 મંત્રીઓનો સમાવેશ છે.  જ્યારે તેમાં મહત્તમ 81 મંત્રીઓ હોઈ શકે છે. જો આ રીતે જોવામાં આવે તો પીએમ મોદીના પ્રધાનમંડળમાં વધુ 28 મંત્રીઓ બને તેવી સંભાવના છે.


05:02 PM, 7th Jul
સુરતના સાંસદ દર્શના જરદોશ બની શકે છે કેન્દ્રીય મંત્રી
ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને પણ મળી શકે તક 
સુરેન્દ્રનગરના સાંસદ મુંજપરાનો લાગી શકે છે ચાન્સ
સંભવિતો સાથેની બેઠકમાં બંનેની હાજરી 
નરેન્દ્ર મોદીએ બપોરે બોલાવી હતી બેઠક 
દેવુસિંહ અને દર્શનાબેનના મોબાઇલ સ્વિચઓફ
ગુજરાતના વધુ 3 ચહેરાને સ્થાન મળવાનું પાક્કું 
રૂપાલા અને માંડવિયાને મળી શકે છે પ્રમોશન 
બંનેને મળી શકે છે કેબિનેટ મંત્રીનો દરજ્જો

04:02 PM, 7th Jul
PM Modi Cabinet Expansion LIVE: નીતીશ પ્રમાણિકે કરી મંત્રી બનવાની ચોખવટ 
નીતીશ પ્રમાણિકે મંત્રી બનવાની ચોખવટ કરી હતી. કહ્યું- હું આજે રાષ્ટ્રપતિ ભવન જઈશ.
 

03:59 PM, 7th Jul
PM Modi Cabinet Expansion LIVE:  ત્રિપુરાની સાંસદ પ્રતિમા ભૌમિક બનશે મોદી સરકારમાં મંત્રી 
 
ત્રિપુરાની સાંસદ પ્રતિમા ભૌમિકને પણ મોદી મંત્રીમંડળમાં મળશે સ્થાન. સામાજીક અને ક્ષેત્રીય સંતુલનને સારી રીતે સાધાવાની કોશિશમાં મોદી સરકાર 
 
PM Modi Cabinet Expansion LIVE: ઝારખંડના સાંસદ નિશિકાંત દુબે બની શકે છે મંત્રી 
 
ઝારખંડના સાંસદ નિશીકાંત દુબેને મંત્રી બનાવી શકાય છે. સંસદીય સમિતિઓ અને સંસદમાં સારા કામનુ મળી શકે છે ફળ. . પીએમ નરેન્દ્ર મોદીને તેમનું કામ  પસંદ છે.

03:36 PM, 7th Jul
- PM Modi Cabinet Expansion LIVE: બાબુલ સુપ્રીયોને પણ હટાવાયા 
પશ્ચિમ બંગાળથી આવનારા સાંસદ બાબુલ સુપ્રિયોને મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તે વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી હતા. વિસ્તાર પહેલા તેમણે રાજીનામુ લેવામાં આવ્યુ છે. આ ઉપરાંત બંગાળની જ દેબોશ્રી ચૌઘરીએ પણ મંત્રી પરિષદમાથી બહાર કરવામાં આવ્યા છે.  એટલુ જ નહી બે નવા ચેહરા શાંતનુ ઠાકુર અને નિસ્થિ પ્રમાણિકને મંત્રીપરિષડનો ભાગ બનાવવામાં આવશે. 

03:34 PM, 7th Jul
- PM Modi Cabinet Expansion LIVE: અત્યાર સુધી 11 મંત્રીઓ પાસેથી લેવામાં આવ્યુ રાજીનામુ,  અશ્વિની ચૌબેનુ પણ રાજીનામુ લેવામાં આવ્યુ છે.  અત્યાર સુધી કુલ 11 મંત્રીઓ પાસેથી રાજીનામુ લેવમાં આવ્યુ છે.