શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 24 જાન્યુઆરી 2019 (16:40 IST)

પરાજયનો સબક - 4 લાખ કરોડના કર્જને માફ કરવાની તૈયારીમાં સરકાર, બજેટમાં પણ ખોલશે ખેડૂતો માટે ખજાનો

હિન્દી ભાષી ત્રણ મુખ્ય રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ને મળેલ પરાજય પછી હવે કેંન્દ્ર સરકાર પોતાનો ખજાનો ખેડૂતો માટે ખોલવા જઈ રહી છે.  તેની શરૂઆત સૌથી પહેલા કર્જ માફીથી થશે.  બીજી બાજુ ફેબ્રુઆરીમાં રજુ થનારા બજેટમાં ખેડૂતો માટે અનેક નવી યોજનાઓની જાહેરાત થવાની શક્યતા છે. 
 
કર્જ કરશે માફ 
 
સરકાર હવે દેશભરના 26.3 કરોડ ખેડૂતો અને તેમના આશ્રિતો દ્વારા કરવામાં આવેલ વિવિધ સરકારી બેંકો પાસેથી લેવામાં આવેલ કર્જને માફ કરવાની યોજના પર કામ કરી રહી છે.  કર્જ માફ થવાની કુલ રકમ 56.5 બિલિયન ડૉલર (4 લાખ કરોડ રૂપિયા) છે જે ભારતીય રિઝર્વ બેંક પાસે વર્તમાન 9.6 લાખ કરોડથી ખૂબ વધુ છે.  
 
મે 2019 માં થશે લોકસભા ચૂંટણી 
 
કેન્દ્ર સરકાર આ પગલુ એ માટે ઉઠાવી રહી છે કારણ કે વિધાનસભા ચૂંટણીમાં ખેડૂત સૌથી વધુ નારાજ હતા.   હવે સરકાર લોકલોભાવણી જાહેરાત કરવા જઈ રહી છે. જેથી તેનો ફાયદો પાર્ટીને મે 2019માં થનારી લોકસભા ચૂંટણીમાં મળી શકે. 
 
ખેડૂતોને ખેતીથી થનારી આવક ઘટી 
 
ભાજપાની કેન્દ્રમાં છેલ્લા સાઢા ચાર વર્ષોથી સરકાર છે.  આ દરમિયાન ખેડૂતોની આવક વધવાને બદલે ઘટતી ગઈ.  બીજી બાજુ ખેતીથી થનારી પેદાવાર પણ સપ્ટેમ્બરમાં ખતમ થયેલ ત્રિમાસિકમાં 5.3 ટકાથી ઘટીને ફક્ત 3.8 ટકા રહી ગઈ.  ઉપજ કમજોર થવાની સાથે જ ખેડૂતોની આવક પર પણ પ્રભાવ પડ્યો છે.  ખેડૂતોની આવકમાં ઘટાડો થવાથી ગામડાઓના ઉપભોક્તા વસ્તુઓનુ વેચાણ પર ખૂબ ઘટી ગયુ છે. 
 
પોલીસીમાં થશે ફેરફાર 
 
કેયર રેટિંગ્સના ચીપ ઈકોનોમિસ્ટ મદન સબનવીસ મુજબ સરકારે હવે પોતાની ઈકોનોમિક પોલીસીમાં મોટો ફેરફાર કરવો પડશે.  તેમા ખેડૂતોનુ કર્જ માફ કરવુ. ખેતી પર ફોકસ કરવો અને સમાજ સાથે જોડાયેલા મુદ્દા પર ફોકસ કરવુ પડશે.  આગળના મહિનામાં આપને જોઈ શકીએ છીએ કે સરકાર એકવાર ફરીથી અનેક એવા મુદ્દા પર નિર્ણય લે જે જનતા સાથે સીધા જોડાયેલા છે. 
 
ગામને એતરફ વધુ ધ્યાન આપશે સરકાર 
 
આનંદ રાઠી ફાઈનેંસ સર્વિસના ચીફ ઈકોનોમિસ્ટ સુજન હજરાએ કહ્યુ કે હવે સરકાર એકવાર ફરીથી ગામડા તરફ ધ્યાન આપશે.  તેમા ખેડૂતોના પાક પર ન્યૂનતમ સમર્થન મૂલ્યમાં વધારો કરવો અને અન્ય ગ્રામીણ ભારત માટે બનેલી યોજનાઓ પર ફોકસ કરવાનુ રહેશે. 
 
આ સમયે દેશનુ ચાલુ ખાતુ ખોટ 4 ટકાના પાર ચાલ્યો ગયો છે. બીજી બાજુ અપ્રત્યા કરથી થનારી આવક અને રોકાણ ખૂબ ઘટે ગઈ છે. જેના પર સરકારને થોડુ વિચારવુ પડશે. 
 
એચડીએફસી બેંક ચીફ ઈકોનોમિસ્ટ અભીક બરુઆએ કહ્યુ કે સરકાર હાલ કોઈપણ પ્રકારની કોઈ નવી યોજનાની જાહેરાત નહી કરે.  પણ જૂની યોજનાઓને સીધી આમ આદમી સુધી પહૉચાડ્વા માટે પગલા ઉઠાવશે.  
 
અંતરિમ બજેટમાં જોવા મળશે ફેરફાર 
 
સરકાર 1 ફેબ્રુઆરીને અંતરિમ બજેટ રજુ કરશે.  આ દરમિયાન બની શકે કે નાણાકીય મંત્રી અરુણ જેટલી પોતાનો ફોકસ ગ્રામીણ અર્થવ્યવસ્થા, ઈફ્રાસ્ટ્રક્ચર ઘર રેલવે અને રસ્તા પર કરી લે.  આ સાથે જ સબસીડીમાં પ્રોત્સાહન અને ટેક્સની દરમાં વધુ કરી શકાય છે.  જેનાથી સામાન્ય લોકોને રાહત મળી શકે.