શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 9 જૂન 2021 (13:04 IST)

Mumbai Rain Photo - મુંબઈમાં બે દિવસ પહેલા મોનસૂનનુ આગમન, વરસાદથી થંભી ગઈ લોકલ ટ્રેનો, રસ્તા પર ભરાયા પાણી

આર્થિક રાજઘાનીમાં મુંબઈમાં બુઘવારે સવારથી દક્ષિણ-પશ્ચિમ મૉનસૂને આગમન કર્યુ છે. જેને કારણે વહેલી સવારે 4 વાગ્યાથી જ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના ડેટા મુજબ સાંતાક્રૂઝમાં સવારે 8 વાગ્યા સુધી 59.6 મિલેમીટર વરસાદ પડ્યો છે. આ ઉપરાંત કોલાબામાં આ 77 મિલીમીટર નોંધાયો છે. અત્યાર સુધી જૂન મહિનામાં જ કુલ મળીને 185 મિલીમીટર વરસાદ પડી ચુક્યો છે. મુંબઈમાં મોટાભાગના વિસ્તારોમાં 40થી 70 મિલીમીટર સુધી વરસાદ પડ્યો છે. બીજી બાજુ નવી મુંબઈમાં એક દિવસમાં 120 મિમી વરસાદ પડ્યો છે. આ વરસાદને કારણે લોકલ ટ્રેનોનુ સંચાલન રોકવુ પડ્યુ છે. સવારે 9,50 વાગ્યાથી વરસાદના કારણે છત્રપતિ શિવાજી ટર્મિનસથી કુર્લા વચ્ચે લોકલ ટ્રેનોનુ સંચાલન ઠપ થઈ ગયુ છે. 
આટલુ જ નહી મુંબઈ શહેરના મોટા ભાગના રોડ પર પાણી પણ ભરાય ગયુ છે. જેને કારણે લગભગ 30 લોકેશંસ પર બસોના રૂટ ડાયવર્ટ કરવા પડ્યા છે. મુંબઈના મુંબ્રા, કોપર, ખૈરાને, મોહણે, પનવેલ, માલવાની વર્સોવા સહિતના ઘણા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં આ વખતે ચોમાસુ બે દિવસ પહેલા જ આવી ગયુ છે.  હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે જણાવ્યું હતું કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ સામાન્ય રીતે દર વર્ષની સરખામણીએ બે દિવસ અગાઉ આવે છે. આગામી ત્રણથી ચાર દિવસ મુંબઈમાં ભારે વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન શહેરમાં કુલ 300 થી 350 મીમી વરસાદ થઈ શકે છે.