નેપાળમાં પૂરથી મચી તબાહી, 380થી વધુ મકાનો જળમગ્ન
સપ્ટેમ્બર 6 નેપાળની રાજધાની કાઠમંડુમાં ભારે વરસાદને કારણે અચાનક આવેલા પૂરને કારણે 380 થી વધુ મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા અને અનેક રહેવાસી વિસ્તારોને નુકસાન થયું છે. પોલીસે સોમવારે આ માહિતી આપી હતી.
કાઠમંડુમાં રવિવારે રાત્રે ભારે વરસાદના કારણે 100 થી વધુ સ્થળોએ પાણી ભરાયા હતા. મેટ્રોપોલિટન પોલીસ કાર્યાલયના પ્રવક્તા સુશીલ સિંહ રાઠોડે જણાવ્યું હતું કે નેપાળ પોલીસ, સશસ્ત્ર પોલીસ દળ અને નેપાળ આર્મીની ટીમોએ ગઈકાલે રાત્રે 138 થી વધુ લોકોને બચાવ્યા હતા.
રાઠોડે કહ્યું, “મનોહરા નદી, કડાગરી, ટેકુ અને બાલ્ખુ ક્ષેત્રોના ના કિનારે જ્યા પાણી ભરાયા છે એવા વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
કાઠમંડુમાં નદી કિનારે આવેલા મોટાભાગના રહેણાંક વિસ્તારો અચાનક આવેલા પૂરથી ડૂબી ગયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાઠમંડુમાં ચાર કલાકની અંદર 105 મીમી વરસાદ પડ્યો. મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા અનુસાર, અચાનક આવેલા પૂરને કારણે કુલ 382 મકાનોમાં પાણી ભરાયા ગયા.
ટાંકેશ્વર, દલ્લુ, ટેકુ, તચલ, બાલ્ખુ, નયા બસપાર્ક, ભીમસેનસ્થાન, માચા પોખરી, ચાબાહિલ, જોરપતિ અને કાલોપુલ સહિતના કેટલાક વિસ્તારોમાં પૂરના કારણે પાણી ભરાઈ ગયા.