રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 25 જુલાઈ 2020 (17:18 IST)

મપ્રના સીએમને કોરોના, શિવરાજ સંક્રમિત થનારા પહેલા મુખ્યમંત્રી બોલ્યા - મારા સંપર્કમાં આવેલા લોકો ટેસ્ટ કરાવે

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેઓ કોરોનાથી સંક્રમિત દેશના પ્રથમ મુખ્યમંત્રી છે. ત્રણ દિવસ પહેલા તેમની સાથે લખનૌ જનારા  કેબિનેટ મંત્રી અરવિંદ ભાદોરીયાની રિપોર્ટ પોઝીટીવ આવી હતી. શુક્રવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ વી.ડી.શર્મા અને તેમની પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 

 
શિવરાજે ટ્વિટ કરીને લખ્યું, મારા પ્રિય દેશવાસીઓ, મારામાં કોવિડ-19ના લક્ષણ જોવા મળ્યા હતા. ટેસ્ટ બાદ મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તમામ સાથીઓને અપીલ છે કે જે પણ મારા સંપર્કમાં આવ્યા હોય તે કોરના ટેસ્ટ કરાવી લે. મારી નજીકના સંપર્કવાળા લોકો ક્વોરન્ટાઈન થઈ જાય.