શુક્રવાર, 7 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (08:18 IST)

મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાવરકટ, લોકલ ટ્રેન બંધ થઈ

mumbai powercut
રવિવારે સવારે મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાવરકટની સમસ્યા સર્જાઈ હતી. જેના કારણે લોકલ ટ્રેનનો વ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો.
 
એનડીટીવીના અહેવાલ પ્રમાણે, યાંત્રિક ખઆમીના કારણે રવિવારે સવારે આ સમસ્યા સર્જાઈ હતી. બીએમસીએ ટ્વીટ કરીને પણ આ અંગે માહિતી આપી હતી.
મઘ્ય રેલ્વેના ચીફ પબ્લિક ઑફિસર શિવાજી સુતારેએ પણ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં આ પહેલાં 12 ઑક્ટોબર 2020ના રોજ આ પ્રકારે પાવરકટની સમસ્યા સર્જાઈ હતી. જે વખતે 18 કલાક સુધી વીજપુરવઠો ખોરવાયો હતો