મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 1 જુલાઈ 2020 (13:24 IST)

National Doctor's Day 2020: જાણો કંઈ બીમારી માટે ક્યા ડોક્ટર પાસે જવુ જોઈએ

મોટે ભાગે જ્યારે કોઈ આપણા ફેમિલીમાં બીમાર થાય છે, ત્યારે આપણે મૂંઝવણમાં મુકાય જઈએ છીએ કે પેશંટને ક્યા ડોક્ટર પાસે લઈ જવા જોઈએ. સામાન્ય રીતે આપણે આપણા ફેમિલી ડોક્ટર પાસે જઇએ છીએ અને ત્યારબાદ તેને બીજા ડોક્ટર પાસે રેફર કરવામાં આવે છે. પરંતુ સમય અને ઈમરજેસીની સ્થિતિથી  બચવા માટે, તમારે જાણવું જોઈએ કે કયા રોગ માટે કયા ડોક્ટરને બતાવવુ જોઈએ. આજે, ડોક્ટર ડે નિમિત્તે, તમે પણ જાણી લો તમારા ડોક્ટરને. 
 
1. જનરલ સર્જન
 
આ બધા અંગ ઓપરેટ કરી શકે છે. તેઓ ગાંઠ, અપેંડિક્સ કે ગાલ બ્લેંડર કાઢવા સાથે જ હર્નીયાની સારવાર પણ કરે છે. મોટાભાગના સર્જનોમાં કેન્સર અથવા 
 
વેસ્ક્યુલર સર્જરીની પણ વિશેષતા હોય છે
 
 
2. ઓટોલૈરિંગોલોજિસ્ટસ 
 
આ ડોકટરો નાક, કાન, ગળા, સાઇનસ સહિત રેસ્પરેટરી સિસ્ટમની સારવાર કરે છે. હેડ અને સ્નેકની રીકસ્ટ્રક્ટિવ અને પ્લાસ્ટિક સર્જરી પણ તે જ કરે છે.
 
 
3. પીડિયાટ્રીશિયન 
 
બાળકોના જન્મથી લઈને યુવાવસ્થા સુધીની સારવાર તેમના જ દ્વારા કરવામાં આવે છે. કેટલાક પીડિયાટ્રીશિયન પ્રી-ટીન્સ અને ટીન્સ, ચાઈલ્ડ એબ્યુઝ કે ચિલ્ડ્રેન ડેવલોપમેંટના સ્પેશલાઈઝ્ડ પણ હોય છે. 
 
4. એનિન્થીસિયોલૉજિસ્ત 
 
આ સર્જરી, સિજેરિયન ઓપરેશન જેવી પ્રક્રિયાઓ દરમિયાન શરીરને સુન્ન કરવા માટે એનિસ્થીસિયાની ડોઝ આપે છે.  ઓપરેશન પૂરૂ થતા સુધી પેશંય ઓપરેશન થિયેટર તેમના ઓબ્જર્વેશનમાં રહે છે. 
 
5. ગાયનકોલૉજિસ્ટસ 
 
તેમને ઓબી-ગાઈની પણ કહેવામાં આવે છે. આ ડોક્ટર્સ મહિલાઓની હેલ્થ (પ્રેગ્નેંસી અને ચાઈલ્ડ બર્થ) પર ફોકસ કરે છે.  આ પેલ્વિક એગ્જામિશન, પ્રેગનેંસી ચેકઅપ કરે છે.  તેમાથી કેટલીક વીમેન્સની રિપ્રોડક્ટિવ હેલ્થ અને અન્ય વીમનની કેયર કરે છે. 
 
6. ઑન્કોલોજિસ્ટસ 
આ ઈનટર્નિસ્ટ્સ કૈસર સ્પેશ્યાલિસ્ટ હોય છે.  જે કીમોથેરેપી ટ્રીટમેંટ અને મોટેભાગે રેડિએશન ઑન્કોલૉજિસ્ટ અને સર્જન સાથે મળીને કામ કરે છે. 
 
7. ઑપ્થેલ્મોલૉજિસ્ટસ  
 
તેમને આંખોના ડૉક્ટર પણ કહે છે. આ ગ્લુકોમા, મોતિયાબિંદની સારવાર સાથે જ આંખની બીમારી ડાયગ્નોસ કરે છે. ઑપ્ટોમીટિસ્ટ થી અલગ આ ડૉક્ટર આંખ સંબંધી બધી બીમારીઓની સારવાર, ઓપરેશન કરે છે. 
 
8. કાર્ડિયોલોજિસ્ટ 
 
આ હાર્ટ અને બ્લડ વેસલ્સના એક્સપર્ટ હોય છે. હાર્ટ ફેલ્યોર, હાર્ટ એટેક કે હાઈ બીપી અને હાર્ટ બીટ અસામાન્ય થતા આ  જ ડૉક્ટર પાસેથી ટ્રીટમેન્ટ કરાવવામાં આવે છે. 
 
9. કોલોન અને રેક્ટલ સર્જન 
 
નાના આંતરડા, પેટ અને બોટમમાં સમસ્યા થતા આ ડોક્ટર્સ સાથે સંપર્ક કરવામાં આવે છે. આ ડોક્ટર પેટના કેંસર, પેટનો દુ:ખાવો અને હેમોરૉયડ્સનુ ટ્રીટમેંટ કરે છે. 
 
10. ડર્મેટોલૉજિસ્ટ 
 
જો તમને સ્કિન, હેયર કે નખ સાથે જોડાયેલ સમસ્યા છે કે મોલ, નિશાન, ખીલ કે સ્કિન એલર્જી છે તો આ બીમારીઓની સારવાર ડર્મેટોલૉજિસ્ટ કરે છે. 
 
11 એંડ્રોક્રાયનોલૉજિસ્ટ 
 
આ બૉડી હાર્મોન્સ અને મેટાબોલિજ્મના એક્સપર્ટ હોય છે.  ડાયાબિટીઝ, થાયરૉયડ, ઈનફર્ટિલિટી, કેલ્શિયમ અને હાડકા સાથે સંબંધિત ડિસઓર્ડરનુ ટ્રીટમેંટ કરે છે.