શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 1 એપ્રિલ 2023 (19:24 IST)

Navjot Singh Sidhu: 10 મહીના પછી જેલમાંથી બહાર આવ્યા નવજોત સિહ સિદ્ધુ

Punjab News: કોંગ્રેસ પાર્ટીના નેતા નવજોત સિહ સિદ્ધુ  પટિયાલા જેલમાંથી મુક્ત થઈ ચુક્યા છે. રોડ રેજ કેસમાં સિદ્ધુને 1 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ઉલ્લેખનિય છે  કે નવજોત સિંહ સિદ્ધુ છેલ્લા 10 મહિનાથી પટિયાલા જેલમાં સજા કાપી રહ્યા હતા. રોડ રેજ કેસમાં તેમને એક વર્ષની સજા થઈ હતી. પરંતુ આજે તેમની સજા પૂરી થવાના 48 દિવસ પહેલા જ તેમને મુક્ત કરવામાં આવ્યો છે. જેલની બહાર મોટી સંખ્યામાં સિદ્ધુના સમર્થકો ઢોલ-નગારા સાથે હાજર હતા. સિદ્ધુની જેલમાંથી બહાર આવઆની માહિતી શુક્રવારે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા આપવામાં આવી હતી.