1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 9 નવેમ્બર 2021 (18:05 IST)

દેવેન્દ્ર ફડણવીસના અંડરવર્લ્ડ કનેક્શનનો ફોડીશ હાઈડ્રોજન બોમ્બ - નવાબ મલિકના આ વાર પર હવે BJPનો પલટવાર

Nawab Malik responds
દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) દ્વારા લગાવેલ આરોપો પછી નવાબ મલિક (Nawab Malik) એ પ્રેસ કરી અને દેવેન્દ્ર ફડણવીસના આરોપોનો જવાબ આપ્યો. નવાબ મલિકે કહ્યુ કે આજે તો તે દેવેન્દ્ર ફડણવીસના આરોપોનો જવાબ આપશે. પણ આવતીકાલે સવારે તેઓ દેવેન્દ્ર ફડણવીસની સાથે અંડરવર્લ્ડના કનેકેશનનો ખુલાસો કરશે. નવાબ મલિકે કહ્યુ દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ હતુ કે તેઓ ફટાકડા ફોડશેૢ પણ તે ફટાકડા ફુસ્સ નીકળ્યા. પલળેલા નીકળ્યા. તેમા અવાજ નથી. દેવેન્દ્ર જીએ આરોપ લગાવ્યો કે મે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ આરોપીઓ પાસેથી જમીન ખરીદી. મે કે મારી કંપનીએ જે પણ ડીલ કરી છે તેના બધા કાગળ છે. તમે જે કંપીટેટ અથોરિટી પાસે જવા માંગો છો જાવ્ મારા 62 વર્ષના જીવનમાં આજ સુધી કોઈએ અંડર વર્લ્ડ સાથે સંબંધો જોડવાનુ સાહસ નથી કર્યુ. તમે ખોટુ બોલ્યા પણ હુ રાઈનો પર્વત નહી બનાવુ. હુ કાલે સવારે હાઈડ્રોજન બોમ્બ ફોડીશ