સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 13 જુલાઈ 2022 (12:36 IST)

એન.ડી.આર.એફ. બટાલિયન ૬ ની ટીમે રાજપીપળા હેલિપેડ પર ફસાયેલા એક જ પરિવારના ૪ લોકોને ઉગાર્યા...

વડોદરા સ્થિત એન.ડી.આર.એફ. બટાલિયન ૬ ની એક ટીમ વરસાદી પરિસ્થિતિને અનુલક્ષીને રાજપીપળા મૂકવામાં આવી છે અને જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરીને તેના જવાનો બચાવ અને રાહતની કામગીરી કરી રહી છે.સોમવારની રાત્રે લગભગ મધરાત સુધી આ ટીમે પાણીમાં ફસાયેલા લોકોને ઉગારવાની કામગીરી કરી હતી.
 
દળના પ્રવક્તાના જણાવ્યા મુજબ ગઈકાલે રાજપીપળા હેલિપેડ પર ફસાઈ ગયેલા ૪ વ્યક્તિઓને પાણીના ધસમસતા વહેણનો સામનો કરીને ટીમે ઉગારી લીધા હતા.આ તમામ અસરગ્રસ્તો એક જ પરિવારના હોવાની સંભાવના છે.
 
તે પછી ટીમે વહીવટી તંત્ર સાથે સંકલન હેઠળ જુનાકોટ વિસ્તારમાં કરજણ નદીના કાંઠે જળ ભરાવમાં ફસાયેલા ૯ લોકોને ઉગારીને સલામત સ્થળે ખસેડયા હતા.આ કામગીરીમાં સ્થાનિક લોકો અને તંત્રનો સહયોગ મળ્યો હતો.મોડી રાત્રે લગભગ બે વાગે આ બચાવ અભિયાન પૂરું થયું હતું.