શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 9 જુલાઈ 2022 (14:09 IST)

દેશના પ્રથમ ગે પ્રિન્સ રાજપીપળાના માનવેન્દ્રસિંહ ગોહિલે પાર્ટનર ડીએન્ડ્રે રિચર્ડ્સ સાથે કર્યા લગ્ન

Manvendrasinh Gohil's Years old Partner Richards
દેશના પ્રથમ ગે પ્રિન્સ રાજપીપળાના માનવેન્દ્રસિંહ ગોહિલે બે દિવસ પહેલાં પોતાના પાર્ટનર ડીએન્ડ્રે રિચર્ડ્સ સાથે અમેરિકામાં ઓહાયો સ્ટેટના કોલંબસ શહેરના એક ચર્ચમાં લગ્ન કર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. માનવેન્દ્રસિંહે જેની સાથે લગ્ન કર્યા હોવાની વાત છેએ રિચર્ડ્સને આ બાબતની માહિતી પોતાના ફેસબુક પર પોસ્ટ કરી હતી તથા તસવીરો પણ શૅર કરી હતી.
Manvendrasinh Gohil's Years old Partner Richards
 માનવેન્દ્રસિંહ અને રિચર્ડ્સ ઘણાં વર્ષોથી એકસાથે રહેતા આવ્યા છે અને મોટા ભાગે બંને સાથે જ જોવા મળે છે. તેમણે લગ્નની વાત અનેક વાર કરી છે, પણ લગ્ન કર્યા હોવાની વાતનો ક્યારેય જાહેરમાં સ્વીકાર કર્યો નથી, પરંતુ હાલમાં જ રિચર્ડ્સે સોશિયલ મીડિયામાં માનવેન્દ્રસિંહ સાથેના મેરેજની વાત શૅર કરી છે. આન્દ્રેએ તેના અને માનવેન્દ્રના અનેક ફોટા અને મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સોશિયલ મીડિયામાં મૂક્યા છે. નોંધનીય છે કે 6 જુલાઈ 2022ની તારીખ સાથેના મેરેજ સર્ટિફિકેટમાં અમેરિકાના સ્ટોરવોલ કોલંબસ ખાતેનું સ્થળ બતાવાયું છે.
Manvendrasinh Gohil's Years old Partner Richards