1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 22 જૂન 2024 (12:39 IST)

Anti Paper Leak કાયદો દેશભરમાં લાગુ, પેપર લીક થયુ તો 5 વર્ષની જેલ, 1 કરોડ સુધીનો દંડ

દેશમાં એંટી-પેપર લીક કાયદા એટલે કે પબ્લિક એક્ઝામિશન (પ્રિવેંશન ઑફ અનફેયર મીન્સ) એક્ટ, 2024 લાગૂ થઈ ગયો છે. કેન્દ્રએ શુક્રવારે (21 જૂન)ની અડધી રાત્રે તેની  નોટિફિકેશન રજુ થઈ. આ કાયદો ભરતી પરીક્ષાઓમાં નકલ અને અન્ય ગડબડીઓને રોકવા માટે લાવવામાં આવ્યો છે. 
 
આ કાયદા હેઠળ પેપર લીક કરવુ કે આંસર શીટ સાથે છેડછાડ કરવા પર ઓછામાં ઓછા 3 વર્ષની જેલની સજા થશે. તેને 10 વર્ષના દંડ સાથે 5 વર્ષ સુધી વધારી શકાશે. 
 
પરીક્ષા સંચાલન માટે નિમણૂક થયેલ સર્વિસ પ્રોવાઈડર જો દોષી હોય છે તો તેના પર 1 કરોડ રૂપિયા સુધીનો દંડ લાગશે. સર્વિસ પ્રોવાઈડર ગેરકાયદેસર ગતિવિધિઓમાં સામેલ છે. તો તેનાથી પરીક્ષાનુ રોકાણ વસૂલ થઈ જશે. 
 
 NEET ને  UGC-NET જેવી પરીક્ષાઓમાં ગડબડ વચ્ચે આ કાયદો લાવવાનો નિર્ણય મોટુ પગલુ માનવામાં આવી રહ્યુ છે.  આ પહેલા કેન્દ્ર સરકાર અને તપાસ એજંસીઓની પાસે પરીક્ષામાં ગડબડ સાથે જોડાયેલ અપરાધોનો સામનો કરવા માટે કોઈ અલગ કાયદો નહોતો. 
 
કેન્દ્ર સરકારે શુક્રવારે મોડી રાત્રે પેપર લીક રોકવા માટેના નવા કાયદાની અધિસૂચના જાહેર કરી હતી. નવા કાયદા પ્રમાણે દોષીને 10 વર્ષની જેલ અને એક કરોડનો દંડ ફટકારવામા આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ચાર મહિના પહેલાં પબ્લિક ઍક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) ઍક્ટ, 2024ને મંજૂરી આપી હતી. શુક્રવારે આ અંગે અધિસૂચના જાહેર કરાઈ હતી અને આ કાયદાને દેશમાં લાગુ કરી દેવાયો હતો. યુજીસી-નેટ 2024 પરીક્ષાના પેપર લીકના વકરી રહેલા વિવાદ દરમિયાન કેન્દ્ર સરકારના આ નિર્ણયને મહત્ત્વપૂર્ણ ગણવામા આવી રહ્યો છે.
 
રાષ્ટ્રપતિએ 12 ફેબ્રુઆરીએ કાયદાને મંજૂરી આપી હતી
આ વર્ષે 6 ફેબ્રુઆરીના રોજ લોકસભા દ્વારા અને 9 ફેબ્રુઆરીના રોજ રાજ્યસભા દ્વારા જાહેર પરીક્ષાઓ (અયોગ્ય માધ્યમોનું નિવારણ) કાયદો પસાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 12 ફેબ્રુઆરીએ બિલને મંજૂરી આપી અને તેને કાયદામાં ફેરવી દીધું.
 
રાષ્ટ્રપતિએ 12 ફેબ્રુઆરીએ કાયદાને મંજૂરી આપી હતી
આ વર્ષે, જાહેર પરીક્ષાઓ (અયોગ્ય માધ્યમનું નિવારણ) કાયદો લોકસભા દ્વારા 6 ફેબ્રુઆરીએ અને રાજ્યસભા દ્વારા 9 ફેબ્રુઆરીએ પસાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 12 ફેબ્રુઆરીએ બિલને મંજૂરી આપી અને તેને કાયદામાં રૂપાંતરિત કર્યું
 
સરકારે ઉતાવળમાં અધિસૂચના કેમ રજુ કરી 
 
ઉલ્લેખનીય છે કે મેડિકલ કોલેજોમાં એડમિશન માટેની NEET પરીક્ષા ગેરરીતિઓને લઈને વિવાદોમાં છે. કેન્દ્રની નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ આ વર્ષે 5 મેના રોજ આ પરીક્ષા લીધી હતી. જેમાં લગભગ 24 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 4 જૂને પરિણામ આવ્યું.
 
જેમા  67 બાળકો છે એવા હતા જેમણે 100% માર્ક્સ મળ્યા છે એટલે કે તેઓએ 720 ગુણની પરીક્ષામાં સંપૂર્ણ 720 ગુણ મેળવ્યા છે. આવુ પહેલીવાર બન્યુ છે જ્યારે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ 100% માર્કસ મેળવ્યા હોય. વર્ષ 2023માં માત્ર બે વિદ્યાર્થીઓને 100% માર્કસ મળ્યા હતા.
 
ત્યારબાદ જાણ થઈ કે 1563 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા. પછી પરીક્ષાનુ પેપર લીક થવાનો પણ ખુલાસો થયો. મામલો સુપ્રીમ કોર્ટ પહોચ્યો. જ્યારબાદ કેન્દ્ર સરકારે ગ્રેસ માર્ક્સ વાળા 1563 સ્ટુડેંટ્સનુ સ્કોર કાર્ડ રદ્દ કર્યુ અને 23 જૂનના રોજ ફરીથી તેમની પરીક્ષા લેવાની વાત કહી.