શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 28 ફેબ્રુઆરી 2017 (17:17 IST)

અમદાવાદ એરપોર્ટ પરથી મોટી માત્રામાં પિસ્ટલ જેવા હથિયારો પકડાતા પોલીસ દોડતી થઇ ગઇ

અમદાવાદ એરપોર્ટ પરથી એરઇન્ડિયા દ્વારા સ્કેનિંગ દરમિયાન પિસ્ટલ જેવા હથિયારો દેખાતા દોડધામ મચી ગઇ હતી. એરઇન્ડિયાના સ્ટાફે સરદારનગર પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસે બોક્સ કબ્જે કરી તપાસ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતુ કે, પિસ્ટલના ખોખા હતા રાજકોટથી બનીને કલકત્તા તરફ જતી હતી તેના ઓર્ડર પ્રમાણે સરકારી મંજૂરી સાથે જતી હોવાનુ બહાર આવતા ઉચ્ચ અધિકારીઓ રાહતનો શ્વાસ લીધો હતો. રાજ્ય પર આએસઆઇના બે એજન્ટ પકડાયા અને હુમલો કરવાના હોવાની વિગતો ખુલી છે તેવામાં અમદાવાદ એરપોર્ટ પર મોડી રાત્રે ૯૫ હથિયાર ભરેલું બોક્ષ મળી આવતા એરઇન્ડિયાનો સ્ટાફ હેબતાઇ ગયો હતો. આ હથિયાર ભરેલા બોક્ષની જાણ સરદારનગર પોલીસને કરતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસે બોક્ષ કબ્જે કરી બોક્ષ લાવનારને પણ પોલીસ સ્ટેશન લાવી પુછપરછ હાથ ધરી હતી.  દરમિયાનમાં હથિયારના ખોખા હતા અને સરકારી મંજૂરી સાથે બિલ સાથેની કોન્ટ્રાકટ મુજબ બનાવેલા પિસ્ટલની ડાઇ હોવાનુ બહાર આવતા આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરાતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે સરદારગનર પીઆઇ એચ.બી.ઝાલાએ જણાવ્યું હતુ કે, બોક્સની તપાસ કરતા તે સરકારી મંજૂરી સાથે અને બિલ સાથેના હથિયારોના પાર્ટસ- ખોખા હતા. તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી જેમાં ઓર્ડર પ્રમાણે બનાવી રાજકોટથી કલકત્તા ખોખા જતા હતા.f