સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (16:00 IST)

હેલિકોપ્ટર ક્રેશના દુખમાં તમિલનાડુના નીલગિરિ "મૌન" લોકોએ પોતાને ઘરમાં કેદ કર્યો જુઓ કેટલો સુનસાન

બુધવારે હેલિકોપ્ટર દુર્ઘટના બાદ તમિલનાડુનો નીલગિરી જિલ્લો આઘાતમાં છે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 સેનાના જવાનોના મૃત્યુથી લોકો એટલા દુખી છે કે તેઓ પોતાને તેમના ઘરોમાં કેદ કરી લીધા છે.
તમિલનાડુનું આ સૌથી જૂનું, લોકપ્રિય અને ગીચ હિલ સ્ટેશન શુક્રવારે શાંત રહ્યું. દુકાનો બંધ છે, રસ્તાઓ પર વાહનો દોડતા નથી. ન તો પર્યટકો હોટલમાંથી બહાર આવ્યા છે કે ન તો શહેરમાં લાઈટ છે. દુકાનો, હોટલ, વેપારી સંસ્થાઓ સહિત તમામ બિન-આવશ્યક સેવાઓ બંધ છે. નાગરિકોએ જાતે જ પહેલ કરીને આ રીતે સંવેદના વ્યક્ત કરવાનું નક્કી કર્યું છે.
ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું આઠમી ડિસેમ્બરે કુન્નૂરમાં તમિલનાડુની હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા સહિત 13 જવાનોનો મૃતદેહ ગુરૂવારે સાંજે લગભગ પોણા આઠ વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
જનરલ રાવત અંગે શોકસંદેશો ટ્વીટ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "જનરલ બિપિન રાવત એક શાનદાર સૈનિક હતા. સાચા દેશભક્ત, જેમણે સૈન્યના આધુનિકીકરણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી."

રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં હેલિકોપ્ટર દુર્ઘટનાની સંપૂર્ણ માહિતી આપી છે. તેમણે કહ્યું કે Mi 17 હેલિકોપ્ટરે સુલુરથી સવારે 11:48 વાગ્યે ઉડાન ભરી હતી. તે 12:15 વાગ્યે વેલિંગ્ટનમાં ઉતરવાનું હતું, પરંતુ 12:08 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો. આ દરમિયાન લોકોએ અવાજ સાંભળીને તરત જ સ્થળ પર પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, હેલિકોપ્ટરમાં સવાર 14 લોકોમાંથી 13 લોકોના મોત થયા છે. જેમાં સીડીએસ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતનો સમાવેશ થાય છે. જનરલ બિપિન રાવત ડિફેન્સ કોલેજ, વેલિંગ્ટનના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા માટે તેમના નિર્ધારિત કાર્યક્રમમાં હતા.
 
રાજનાથ સિંહે જણાવ્યું કે જ્યારે સીડીએસ રાવતના હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો
રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં જણાવ્યું હતું કે ગઈકાલે સવારે 12:08 વાગ્યે વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. તેમણે કહ્યું કે વાયુસેનાના વડાને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. આજે સાંજ સુધીમાં CDS સહિત તમામ લોકોના મૃતદેહ દિલ્હી લાવવામાં આવશે અને અંતિમ સંસ્કાર પૂરા સન્માન સાથે કરવામાં આવશે.