ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (14:22 IST)

Photos આંખ ભીની, દિલમાં દુખ ફોટામાં જુઓ CDS રાવત, બ્રિગેડિયર લીડ્ડરને સગાઓએ આપી શ્રદ્ધાજંલિ

તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત સહિત તમામ 13 લોકોના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવનાર છે. આ સિવાય લખવિંદર સિંહ લિડરના અંતિમ સંસ્કાર સવારે જ કરવામાં આવ્યા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ, હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર સહિત અનેક હસ્તીઓ બ્રિગેડિયરને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી હતી.

આ પ્રસંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત અનેક હસ્તીઓ પહોંચી હતી, પરંતુ દરેકની નજર તેમની પત્ની અને પુત્રી પર હતી, જેમના આંસુ સતત પડતા રહ્યા અને તેઓ શ્રદ્ધાંજલિ આપતા રહ્યા. પત્નીએ શબપેટીને ચુંબન કર્યું, ફૂલો અર્પણ કર્યા અને લાંબા સમય સુધી તેને વળગી રહી. 
 
જ્યારે લિડરના શરીર પર મૂકવામાં આવેલો ત્રિરંગો અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવે તે પહેલાં તેમને સોંપવામાં આવ્યો, ત્યારે તેણી માથું નમાવીને લાંબા સમય સુધી રડતી રહી. પતિ ગુમાવ્યાનું દુ:ખ અને દેશની સેવા કરવાનો ગર્વ એમના ચહેરા પર જોવા મળી રહ્યો હતો.
 
13 વર્ષની પુત્રી આહાના અને પત્નીને છોડીને જનારા લિડરને હાલમાં જ મેજર જનરલના પદ પર પ્રમોશન મળવાનું હતું, પરંતુ તે પહેલા દેશ અને તેમના પરિવારને આ દુઃખદ સમાચાર સાંભળવા મળ્યા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ બ્રિગેડિયરના પરિવારને સાંત્વના આપતા જોવા મળ્યા હતા.
CDS Rawat Last rites 

CDS Rawat Last rites