રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 17 નવેમ્બર 2022 (15:28 IST)

Nitin Gadkari: પશ્ચિમ બંગાળમાં કાર્યક્રમન દરમિયાન અચાનક નીતિન ગડકરીની અચાનક તબીયત લથડી

Nitin Gadkari Health Update- કેંદ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિક ગડજરીની પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં એક કાર્યક્રમના દરમિયાન અચાનક તબીયર લથડી છે. જણાવી રહ્યુ છે કે નીતિન ગડકરી સિલીગુડીમાં એક રોડના ઉદઘાટન કાર્યક્રમમા પહોંચ્યા હતા અને કાર્યક્રમ મંચની પાસે એક રૂમમાં ચા પી રહ્યા હતા ત્યારે તેમની તબીયત અચાનક ખરાબ થઈ ગઈ. નેએટિયા હોસ્પીટલના ઓળખીતા ડાક્ટર પીબી ભૂટિયા પોતે નીતિક ગડકરીને તપાસી રહ્યા છે. 
 
હવે કેવી છે નીતિક ગડકરીની તબીયત 
સિલીગુડીના મટીગારામાં ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ રાજુ બિસ્ટાના ઘરે ત્રણ ડૉક્ટરોની ટીમ નીતિન ગડકરીની સારવાર કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ થોડું સારું અનુભવી રહ્યા છે અને તેમને ટૂંક સમયમાં દિલ્હી લઈ જવામાં આવી શકે છે.