શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 2 નવેમ્બર 2017 (10:09 IST)

UPના રાયબરેલીમાં NTPC બૉયલર વિસ્ફોટ, 22 થી વધુના મોત 100 ગંભીર રૂપે દઝાયા

ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના ઉંચાહારમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 22થી વધુ મજૂરોના મોત થયા છે. દુર્ઘટનામાં 100થી વધુ મજૂર દઝાયા છે. 
 
માહિતી માટે બતાવી દઈએ કે જીલ્લા સરકારે બુધવારે મોડી રાત્રે 20 મોતની ચોખવટ કરી. મરનારાઓની સંખ્યા વધવાની શંકા બતાવાય જઈ રહી છે. અધિકારીઓ મુજબ ઘાયલોને જીલ્લા હોસ્પિટલની સાથે ઈલાહાબાદના હોસ્પિટલ અને લખનૌના ટ્રોમા સેંટરમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાથી અનેકની હાલત નાજુક છે. 
 
આ રીતે થઈ દુર્ઘટના 
 
બૉયલરની ચિમની ડક્ટમાં રાખ એકત્ર થવાને કારણે ગેસ નીકળી રહ્યો નહોતો.. આ કારણે સ્ટીમ પાઈપલાઈન અચાનક ફાટવાથી 250 ડિગ્રી સેલ્સિયસથી વધુ ગરમ રાખ ચારેબાજુ ફેલાય ગઈ.. 
 
એ સમય સંયંત્રમાં લગભગ 150 મજૂરો કામ કરી રહ્યા હતા. જ્યા આ દુર્ઘટના થઈ ત્યા 500 મેગાવોટ વીજળીનુ ઉત્પાદન થાય છે. જે યૂનિટમાં લગભગ 90 ફૂટની ઊંચાઈ પર છે. 
 
અહી મોટી સંખ્યામાં શ્રમિક કામ કરી રહ્યા હતા. ખૂબ મોટા વ્યાસવાળી પાઈપના ફાટવાથી ઘણા પ્રમાણમાં આગની જેમ તપી રહેલી રાખનો મલબો બહાર આવ્યો અને તમામ લોકો ગરમ રાખોડીમાં દબાય ગયા. 
 
યૂપીના સીએમ યોગી આદિત્યનાથે મૃતકો પ્રતિ શોક સંવેદના જાહેર કરતા તેમના પરિવારજનોને 2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. જ્યારે ગંભીર રૂપથી ઘાયલ લોકોને 50 હજારનું વળતર આપવાની જાહેરાત કરી છે. તમામ ઘાયલોની સારવાર સરકાર પોતાના ખર્ચે ઉઠાવશે.
 
રાજ્યના પ્રિન્સિપલ સેક્રેટરીને રાહત અને બચાવના તમામ ઉપાય સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ઘટના સાંજે લગભગ 4 વાગે બની હતી. ઘટનામાં ઘણા ગંભીર રીતે દાઝેલા મજૂરોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એનટીપીસીમાં સીઆરપીએફની ઘણી કંપનીઓ હાજર છે. અને મીડિયા સહિત તમામ બહારી લોકોને પ્રવેશ પર પૂરી રીતે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પ્રાપ્ત જાણકારો અનુસાર આ યૂનિટમાં લગભગ 1500 મજૂરો કામ કરે છે.