1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified બુધવાર, 22 માર્ચ 2023 (08:50 IST)

દિલ્હીમાં PM મોદી વિરુદ્ધ 'વાંધાજનક' પોસ્ટર, 100 FIR અને 6ની ધરપકડ, જાણો શું છે AAPનું કનેક્શન

દિલ્હી શહેરમાં પીએમ મોદી વિરુદ્ધ હજારો પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, ત્યારબાદ પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં લગભગ 100 FIR નોંધી હતી. પોસ્ટરની લિંક આમ આદમી પાર્ટી સાથે સંબંધિત છે.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાંધાજનક પોસ્ટર લગાવવાના મામલે દિલ્હી પોલીસે 100 FIR નોંધી છે. અહેવાલો અનુસાર, આ પોસ્ટરો પર લખવામાં આવ્યું હતું કે, "મોદી હટાઓ-દેશ બચાવો." દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી દીપેન્દ્ર પાઠકે જણાવ્યું કે, સમગ્ર શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જેના પર ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ (વાંધાજનક) પોસ્ટરમાં પ્રિન્ટિંગ પ્રેસ વિશે કોઈ માહિતી નથી.