શનિવાર, 14 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 2 નવેમ્બર 2023 (12:45 IST)

Meerut News: પતિ સાથે કરવા ચોથની શોપિંગ કરી, બનેવી સાથે ફરાર

મેરઠ. કરવા ચોથના તહેવાર પર મેરઠથી એક કળયુગી પત્નીની કરતૂત સામે આવી છે. મેરઠમા પતિ સાથે કરવા ચોથની શોપિંગ કર્યા પછી બેવફા પત્ની તેના બનેવી સાથે ફરાર થઈ ગઈ. ત્યારબાદ હવે પતિ હવે પોલીસ સામે પત્ની પરત લાવવાની ફરિયાદ કરી રહ્યો છે. એટલુ જ નહી બેવફા પત્નીની મોત માટે હવે પીડિત પતિએ કરવા ચોથની વ્રત પણ કર્યુ હતુ. 
 
મામલો મેરઠના જાની પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં અશોક તેની પત્ની અને એક બાળક સાથે રહે છે.  કરવા ચોથ પર પત્ની તેના પતિ સાથે ખરીદી કરવા ગઈ હતી. કરવા ચોથ માટે એક સુહાગનને જોઈતી દરેક જરૂરી ચીજવસ્તુઓ ખરીદી. પરંતુ કરવા ચોથની ઉજવણી કરતા પહેલા જ તે તેના જીજાજી સાથે ભાગી ગઈ હતી. તે તેના 16 મહિનાના બાળકને પણ પોતાની સાથે લઈ ગઈ હતી.  હવે પતિ અને તેની સાળી બંને પીડિત બનીને પોલીસને ફરિયાદ કરી રહ્યા છે. પતિ અશોક એસપી ઓફિસ પહોચ્યો. જ્યા તેને ત્યાના અધિકારીઓને પત્ની પરત લાવવાની વિનંતી કરી. જો કે સામાજીક અપમાનથી પરેશાન અશોકે પોતાની બેવફા પત્નીની મોત માટે કરવા ચોથનુ વ્રત પણ કર્યુ.  
 
એસપી દેહાત કમલેશ બહાદુરે જણાવ્યુ કે એક વ્યક્તિએ પોતાની પત્નીના બનેવી સાથે ફરાર થવાની ફરિયાદ કરી છે. જ્યારબાદ જાની પોલીસ સ્ટેશનને તેની પત્નીને શોધવાનો આદેશ આપ્યો છે. હાલ પત્ની અને તેના બનેવી વિશે કોઈ માહિતી મળી નથી.