પાયલ તડવી આત્મહત્યા કેસ-પોલીસએ રજૂ કર્યું સુસાઈડ નોટ -આરોપી ડાક્ટર કરતી હતી ટાર્ચર

Last Modified શુક્રવાર, 26 જુલાઈ 2019 (13:59 IST)
મુંબઈના બીવાઈએલ નાયર હોસ્પીટલમાં એક 26 વર્ષની ડાકટર પાયલ તડવીની સાથે મહીના સુધી શોષણ, અપમાન અને દુર્વ્યવહાર કરાયું. જેના કારણે તેને આત્મહત્યા કરી લીધી. ગુરૂવારે પોલીસએ તેમના સુસાઈટ નોટને સાર્વાજનિક કરી નાખ્યું. તડવીએ ત્રણ પાનાનો નોટ લખ્યુ છે. આ નોટ મુંબઈ પોલીઅની 1200 પાનાની ચાર્જશીટનો ભાગ છે. જેમાં ત્રણ ડાક્ટર- હેમા આહુજા, ભકતિ મેહરે અને અંકિતા ખંડેલવાલને આરોપી બનાવ્યુ છે.
નોટમાં આ ત્રણ ડાક્ટરોને આત્મહત્યા માટે જવાબદાર ઠરાવ્યુ છે અને તેને તડવીનો ડાઈંગ ડિકલેરેશન માની રહ્યું છે. પત્રમાં તડવીએ લખ્યુ
"હું હેમા આહુજા, ભક્તિ મેહરે અને અંકિતા ખંડેલવાલને તેમની અને સ્નેહલ (સાથી છાત્રા સ્નેહ શિંદે) ની સ્થિતિ માટે જાવાબદાર ઠરાવું છું" ડાક્ટર તડવી- તડવી -ભીલ સમુદાયથી સંબંધ રાખતી હતી. મહારાષ્ટ્રમાં આ સમુદાય અનૂસૂચિત જાતિમાં આવે છે. તેને 22 મેને કથિત જાતિ-અધારિત
ભેદભાવ પછી આત્મહત્યા કરી લીધી હતી.

તેમના પિતા અને માતાને સંબોધિત કરતા તડવીએ સુસાઈટ નોટમાં લખ્યુ "મે આ કૉલેજમાં આ વિચારીને પગલા રાખ્યા હતા કે મને સારા સંસ્થાનથી શીખવાનો અવસર મળશે. પણ લોકોએ તેમના રંગ જોવાવું શરૂ કરી નાખ્યું. શરૂઆતમાં હું અને સ્નેહલ સામે નહી આવ્યા અને અમે કોઈને કઈ નથી કીધું. પ્રતાડના આ સ્તર સુધી ચાલૂ રહી જેને હું સહન નહી કરી શકી હતી. મે તેની સાથે શિકાકત કરી પણ તેનો કોઈ પરિણામ નહી નિકળ્યું.

નોટમાં લખ્યુ "મે મારું પેશેવર, વ્યકતિગત જીવન બધુ ખોઈ નાખ્યુ કારણકે તેને જાહેરાત કરી હતી કે જ્યારે સુધી તે અહીં છે મને નાયરમાં કઈક પણ શીખવા નહી દેશે. ત્રણ મહિલાઓએ તડવીની શિક્ષાને પણ ઘેરાયુ અને તેને એક સ્ત્રી રોગ વિશેષજ્ઞના રૂપમાં અનુભવ મેળવવાથી રોકાવવા માટે કહ્યુ અને ડ્યૂટી લગાવી નાખી. મને પાછલા 3 અઠવાડિયે લેબર રૂમ સંભાળવાની ના પાડી કારણ કે તે મને કુશળ નહી માનતા હતા. મને ઓપીડીના કલાકો સમયે લેબર રૂમથી બહાર રહેવા માટે કહ્યું.

તડવીએ આગળ કહ્યુ કે "તે મને કંપ્યૂટર એચએમાઆઈએસ(હેલ્થ મેનેજમેંટ ઈંફોર્મેશન સિસ્ટમ) પર એંટી કરવા માટે કહે છે. તે મને દર્દીઓની તપાસ કરવાની પરવાનગી નથી આપે છે. હું માત્ર ક્લેરિકલ કામ કરી રહી છું. ખૂબ પ્રયાસ પછી પણ મારી સ્થિતિમાં કોઈ સુધાર નહી આવ્યું જેના કારણે હું માનસિક રૂપે અસ્થિર છું. અહીંનો વાતાવરણ સ્વસ્થ નથી અને હું ફેરફારની આશા છોડી દીધી છે. કારણ કે હું જાણું છું કે આવું નહી થશે.

નોટના આખરે તડવીએ લખ્ય -"પોતાના માટે ઉભા થવા/બોલવાના કોઈ પણ ફાયદો નથી થયુ. મે બહુ કોશિશ કરી. ઘણી વાર સામે આવી. મે મેડમથી વાત કરી પણ કઈ નથી થયું. મને સાચે કઈ નથી જોવાઈ રહ્યું છે. હું માત્ર અંત જોઈ રહી છું". ચાર્જશીટમાં પોલીસએ શિંદેની સાક્ષીનો વિવરણ કર્યું છે. જેમાં જણાવ્યું છે જે જેવી રીતે ત્રણે તડવીને આત્મહત્યા કરવાથી એક દિવસ પહેલા નીચા જોવાવતા ધમકી આપી હતી કે જો તેને ત્રણે દ્વારા આપેલ કામને પૂરા કર્યા વગર રાત્રેનો ભોજન કર્યું તો તેની સામે કાર્યવાહી કરશે.


આ પણ વાંચો :