રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શ્રીનગર , ગુરુવાર, 16 મે 2019 (09:11 IST)

Breaking News - પુલવામામાં સુરક્ષાબળો સાથે મુઠભેડમાં 2 આતંકી ઠાર, એક જવાન શહીદ

દક્ષિણ કશ્મીરના પુલવામાં જીલ્લામાં સુરક્ષા બળની ઘેરાબંદી અને શોધ અભિયાન દરમિયાન ગુરૂવારે સવારે બે આતંકવાદી માર્યા ગયા. તો બીજી બાજુ મુઠભેડ દરમિયાન એક જવાન શહીદ થઈ ગયો અને બે અન્ય ઘાયલ થઈ ગયા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યુ કે આતંકવાદીઓની હાજરી વિશે વર્તમાન ગુપ્ત માહિતીના આધાર પર રાષ્ટ્રીય રાયફલ, કેન્દ્રીય રિઝર્વ પોલીસબળ (સીઆરપીએફ)અને જમ્મુ કાશ્મીર પોલીસના વિશેષ અભિયાન દળે આજે સવારે પુલવામાં દલિપોરા ગામમાં કાસો શરૂ કર્યુ. 
 
સુરક્ષા બળોના જવાનોએ ગામન આ બધા નિકાસ માર્ગો બંધ કરી દીધા. ત્યારબાદ સુરક્ષા બળોના જવાન જ્યારે ગામમાં એક વિશેષ ક્ષેત્ર તરફ વધી રહ્યા હતા તો ત્યા છિપાયેલા આતંકવાદીઓએ સ્વચાલિક હથિયારોથી ગોળીબારી શરૂ કરી. 
 
સુરક્ષાબળોના જવાનોએ પણ જવાબી કાર્યવાહીમાં ગોળીઓ ચલાવી અને બે આતંકવાદીઓને ઠાર કર્યા. સૂત્રોના જણાવ્યા મુજબ સુરક્ષાબળોના બે જવાન અને એક સ્થાનિક નિવાસી ઘાયલ થઈ ગયા. ઘાયલોને ઉપચાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા જ્યા એક ઘાયલ જવાને દમ તોડી દીધો. સૂત્રોએ જણાવ્યુ કે અતિરિક્ત સુરક્ષા બળો અને રાજ્ય પોલીસના જવાનોએ કોઈપ્રકારના પ્રદર્શનને રોકવા માટે મુઠભેડવાળા સ્થાનની આસપાસના ક્ષેત્રોમાં ગોઠવવામાં આવ્યા છે. અંતિમ સૂચના મળતા સુધી મુઠભેડ ચાલુ હતી