#missionshakti : મોદીએ આચારસંહિતાનો ભંગ નથી કર્યો : ચૂંટણી પંચ
આચારસંહિતાના ઉલ્લંઘન મામલે ચૂંટણી પંચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપી છે.
ભારતની પ્રથમ ઍન્ટિ સેટેલાઇટ મિસાઇલ પરિક્ષણની જાહેરાત કરીને મોદીએ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હોવાની કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા(સીપીએમ-માર્ક્સવાસી)ના મહાસચિવ સીતારામ યેચુરીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર વડા પ્રધાનની જાહેરાતમાં દૂરદર્શન કે ઑલ ઇન્ડિયા રેડિયો જોવા સરકારી માધ્યમોનો ઉપયોગ ના કરાયો હોવાથી આચરસંહિતાનો ભંગ થયો ના ગણી શકાય એવું ચૂંટણી પંચે જણાવ્યં છે.
આ મામલે સરકારી મશીનરીનો ઉપયોગ કરાયો હતો કે કેમ એ અંગેની તપાસ પાંચ સભ્યોની સમિતિને સોંપવામાં આવી હતી.
સમિતિએ જણાવ્યું કે 'દૂરદર્શન દ્વારા એએનઆઈ(સમાચાર સંસ્થા)ની ફીડનો જ ઉપયોગ કરાયો હતો. જ્યારે ઑલ ઇન્ડિયા રેડિયો દ્વારા દૂરદર્શન સમાચારમાંથી જ ઑડિયો આઉટપુટનો ઉપયોગ કર્યો હતો.'