શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 1 ડિસેમ્બર 2021 (17:11 IST)

DGCA On International Flights: 15 ડિસેમ્બરથી શરૂ નહી થાય આંતરરાષ્ટ્રીય વિમાન સેવા, Omicron ના સંકટને જોતા કરાયો નિર્ણય

DGCA On International Flights: નાગરિક વિમાન મહાનિદેશાલયે 15 ડિસેમ્બરથી શરૂ થનારી આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓને સ્થગિત કરી દીધી છે. આ પહેલા 26 નવેમ્બરના રોજ નાગર વિમાન મંત્રાલયે જણાવ્યુ હતુ કે 15 ડિસેમ્બરથી ભારત આવનારી-જનારી બધી આંતરરાષ્ટ્રીય ઉડાનો સામાન્ય રૂપથી સંચાલિત થશે. જો કે કોરોના વાયરસના નવા વેરિએંટ ઓમિક્રોનના સંકટને જોતા સંચાલનને હાલ સ્થગિત કરવામાં આવ્યુ છે. નવી તારીખની જાહેરાત પછી કરવામાં આવશે. 
 
ઉલ્લેખનીય છે કે ભારત આવનારી બધી આંતરરાષ્ટ્રીય ઉડાન કોવિડ 19 મહામારીને કારણે 23 માર્ચ 2020થી જ બંધ થઈ છે. જો કે ગયા વર્ષે જુલાઈથી લગભગ 28 દેશો સાથે થયેલ એયર બબલ સમજૂતી હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય મુસાફરી ઉડાન સંચાલિત થઈ રહી છે. 
 
કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએંટે આખી દુનિયામાં એક નવો ભય પેદા કર્યો છે.  WHO એ આ વેરિએંટ ઓફ કંસર્ન કહ્યો છે અને બધા દેશોને સતર્ક રહેવાનુ કહ્યુ છે. જેને કારણે ભારત પણ અનેક પ્રકારના પગલા ઉઠાવી ચુક્યુ છે. એયર બબલના હેઠળ રજુ થયેલ ઉડાનોને લઈને પણ નવી ગાઈડલાઈંસ રજુ કરવામાં આવી છે.  આ ઉપરાંત ત્યાથી આવનારા મુસાફરોને લઈને વધુ સતર્ક રહેવાનુ કહેવામાં આવ્યુ છે. 

કેટલો ખતરનાક છે આ વેરિએંટ ? 
 
ઉલ્લેખનીય છે કે નવા વેરિઅન્ટને સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં જાહેર કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં 22 દેશોમાં તેના કેસ નોંધાયા છે. તે જ સમયે, દક્ષિણ આફ્રિકાના આરોગ્ય પ્રધાન જો ફહલાનું કહેવું છે કે કોરોનાનું આ નવું વેરિઅન્ટ એટલે કે ઓમિક્રોન વેરિઅન્ટ વધુ ચેપી હોઈ શકે છે. અત્યાર સુધી થયેલા સંશોધન મુજબ, નવો સ્ટ્રેન ડેલ્ટા અને કોરોનાના અન્ય પ્રકારોથી તદ્દન અલગ છે. આમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. તેઓ માને છે કે OR વેરિઅન્ટ અન્ય વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાય છે.