શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 29 એપ્રિલ 2022 (12:53 IST)

Power Crisis in Delhi: લાંબા સમય સુધી થઈ શકે છે પાવર કટ, વીજળી સંકટ સામે રાજધાની એલર્ટ

Power Crisis In Delhi: ભારતમાં કોલસાની અછતને કારણે વીજળીનું સંકટ ઝડપથી વધી રહ્યું છે. આવી સ્થિતિમાં, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, હરિયાણા, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઝારખંડ, ગુજરાત અને આંધ્ર પ્રદેશ સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં વીજ પુરવઠાની અછત સર્જાઈ રહી છે. આ દરમિયાન, દિલ્હી સરકારના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને કેન્દ્ર સરકારને પત્ર લખીને દિલ્હીના પાવર સ્ટેશનોમાં કોલસાની અછતથી માહિતગાર કર્યા છે. 
 
દિલ્હી માટે વીજળી પુરવઠાનુ પ્રમુખ કેન્દ્ર દાદરી પાવર પ્લાંટ છે. જ્યાથી લગભગ 728 MW વીજળીનુ ઉત્પાદન કરી દિલ્હીને આપવામાં આવ્યુ છે. આવામાં ઝડપથી કોલસાનુ સંકટ વધી રહ્યુ છે. જેને કારણે જરૂરી વીજળી પુરવઠો પુરો  પાડવામાં મુશ્કેલી પડી રહી છે.