ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 25 સપ્ટેમ્બર 2022 (10:58 IST)

પંજાબ : એ મહિલા જે ઍમ્બ્યુલન્સ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે

પંજાબના જાલંધરમાં રહેતાં મનજિતકોર હાલમાં ઍમ્બ્યુલન્સ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
 
તેઓ બાળપણથી જ ડ્રાઇવિંગનો શોખ ધરાવતાં હતાં પણ 15 વર્ષની ઉંમરે લગ્ન થયાં બાદ દારૂ પીવાની આદત ધરાવતા તેમના પતિએ બધું જ વેચી નાંખ્યું હતું.
 
જેના પગલે મનજિતકોર પોતાના બાળકને લઈને પિયર આવતાં રહ્યાં. એ બાદમાં પરિવારનું ગુજરાન ચલાવવા તેમણે પોતાના ડ્રાઇવિંગના શોખને વ્યવસાયમાં બદલવાનું નક્કી કર્યું.
 
તેઓ છેલ્લાં 15 વર્ષથી ઍમ્બ્યુલન્સ ચલાવી રહ્યાં છે અને એ રીતે પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે.