શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 2 ઑગસ્ટ 2022 (15:20 IST)

AAPની 10 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ?

Aam Aadmi Part
ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ કરતાં સૌથી પહેલા આમ આદમી પાર્ટી(AAP) દ્વારા આજે 10 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર, ચૂંટણીના ત્રણ મહિના પહેલાં ઉમેદવારો જાહેર થશે. આજે 10 ઉમેદવારની પહેલી યાદી જાહેર થઈ છે.
arvind kejriwal
બીજું લિસ્ટ પણ જલ્દી જાહેર કરવામાં આવશે
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, અમે સંગઠનને મજબૂત કર્યું છે. ઉમેદવારોને હું અભિનંદન પાઠવું છું. અરવિંદ કેજરીવાલજી અને દિલ્હીના નેતાઓના માર્ગદર્શનથી યાદી બની છે. પહેલું લિસ્ટ જાહેર થયું તેમાં 10 ઉમેદવારની જાહેરાત કરી છે. તમામને અભિનંદન આપીએ છીએ. બીજું લિસ્ટ પણ જલ્દી જાહેર કરવામાં આવશે.