મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 17 માર્ચ 2021 (20:54 IST)

જ્યારે અચાનક ફુલ સ્પીડમાં ઉલ્ટી દોડી પડી જન શતાબ્દી એક્સપ્રેસ(જુઓ વીડિયો)

દિલ્હીથી ટનકપુર જઈ રહેલી  પૂર્ણાગિરી જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેન રોલડાઉન થઈ ગઈ હતી. તેના લક્ષ્ય પર જવાને બદલે ટ્રેન તેની વિરુદ્ધ દિશામાં દોડી પડી. ગભરાયેલા લોકોએ અને સ્ટાફે કંટ્રોલ રૂમને સૂચના આપી. ખૂબ મુશ્કેલીથી ટ્રેનને ખટીમાના ગેટ નંબર 35 પર જેમ તેમ રોકી શકાઈ. અહી મુસાફરોને ઉતારીને રોડ દ્વારા આગળ મોકલવામાં આવ્યા. પીલીભીતથી એંજીન લઈને એક ટીમ રવાના કરવામાં આવી. સમગ્ર ઘટનાક્રમને લઈને જુનિયર વહીવટી ગ્રેડની ટીમોને તપાસના આદેશ અપાયા છે.
 
દિલ્હીથી પીલીભીત થઈને ટનકપુર જઇ રહેલી પૂર્ણગિરિ જન શતાબ્દી એક્સપ્રેસ (05326) તાણકપુરમાં હોમ સિગ્નલ પરથી પસાર થઈ રહી હતી અને એક ગાયને ટ્રેનની અડફેટે આવી. ડ્રાઈવરે બ્રેક લગાવીને ટ્રેન રોકી હતી. આ પછી, જ્યારે ટ્રેનને આગળ વધારવા માટે વેક્યૂમ ખેંચવામાં આવ્યું ત્યારે આશ્ચર્યજનક રીતે ટ્રેન ટનકપુર જવાને બદલે વિરુદ્ધ દિશામાં (રોલડાઉન) દોડવા લાગી. ટ્રેનનાં તમામ 64 મુસાફરો પણ ટ્રેનને પાછળની તરફ જતા જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. ખટિમાના ગેટ નંબર 35 પર ટ્રેનને જેમ તેમ રોકી.  આ કેવી રીતે રોકી તે અંગેનું સત્તાવાર નિવેદન હજુ સુધી આવ્યું નથી. પીલીભીતમા સમાચાર મળતા જ  વરિષ્ઠ અધિકારીઓની સૂચનાથી સ્ટેશન અધિક્ષક ધર્મેન્દ્ર કુમાર અને તેમની ટીમ એક એંજિનને  લઈને ખાટીમા જવા રવાના થઈ હતી.
 
આરપીએફ જીઆરપી અને સીટીઆઈ આર.પી.ભટત, રક્ષકો રાજેશ કુમાર, એએસએમ પી.કે.ચતુર્વેદી, મન્ટુ સિંહ, ગોવિંદ, આલોક અરવિંદ, બધાને એલર્ટ કરવામાં આવ્યા.  રેલ્વે ડોકટરો પણ તેમની ટીમ સાથે સ્થળ પર આવ્યા હતા. અહીં ઉભુ રહેલુ એક્સ્ટ્રા એન્જિન પણ વ્યવસ્થિત કરીને ટનકપુર રવાના થયુ  ટનકપુરથી ખાટીમા તરફ ટ્રેન રોલ ડાઉન થઈ જવાને કારણે તમામ રેલ્વે ફાટક ઉતાવળમાં બંધ કરાયા જેથી કોઈ અકસ્માત ન સર્જાય. બધું સલામત રહ્યુ અને કંઇપણ અનિચ્છીય ઘટના બની નહી