રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 11 જૂન 2019 (06:08 IST)

મુંબઇમાં ભારે વરસાદ, 11 વિમાનોને ડાય઼વર્ટ કરવામા આવ્યા

એક તરફ, જ્યારે ઉત્તર ભારતના ઘણા શહેરો ભારે ગરમીથી ઘેરાયેલા છે, બીજી તરફ મુંબઈને ભારે વરસાદથી સોમવારે ગરમીથી રાહત મળી છે. ચોમાસાનો પહેલો વરસાદ અને ખરાબ હવામાનને કારણે, ઓછામાં ઓછા 11 વિમાનોને મુંબઈ એરપોર્ટથી ખસેડવામાં આવ્યા છે. જ્યારે લોકોને ભારે વરસાદમાંથી રાહત મળી, ત્યારે તેની અસર રેલ સેવા પર પણ જોવા મળી. ઘણી ટ્રેનો મોડી ચાલી રહી રહી છે.એએનઆઈના અહેવાલ અનુસાર, છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટના પ્રવક્તાએ આ હકીકત વિશે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે દૃશ્યતામાં ઘટાડો થયો છે અને ઓપરેશન બંધ કરવામાં આવ્યું છે. યુનાઇટેડ એરલાઇન્સ નેવાર્કથી દિલ્હી આવી રહેલ ફ્લાઈટને દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી છે
 
મુંબઈમાં  અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કલ્યાણ, ઉલ્લાસનગર, દાદર, ડોમ્બિવલી જેવા અનેક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થઈ ચુક્યું છે. મુંબઈ બાદ સુરતમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. શહેરના વેસુ રોડ પર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા હાલ લોકોને ગરમીમાંથી રાહત મળી છે.