સોમવાર, 11 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 25 સપ્ટેમ્બર 2022 (22:45 IST)

રાજસ્થાનમાં મોટી રાજકીય ઉથલપાથલ, સચિન પાયલટની સીએમ દાવેદારીના વિરોધમાં 92 ધારાસભ્યોના રાજીનામા

[10:40 pm, 25/09/2022] Jaanu 2:  રાજસ્થાનમાં મોટી રાજકીય ઉથલપાથલ મચી છે. સીએમ અશોક ગેહલોત અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશન ફાઈલ કરે તે પહેલા કોંગ્રેસ મોટા સંકટમાં ઘેરાઈ છે. સચિન પાયલટની સીએમ દાવેદારીના વિરોધમાં ગેહલોત કેમ્પના 92 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. રાજસ્થાન સરકારમાં મંત્રી અને ગેહલોતના નજીકના ધારાસભ્ય પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું કે તમામ ધારાસભ્ય ગુસ્સામાં છે અને રાજીનામું આપી રહ્યાં છે.  
 
         સૂત્રોના જણાવ્યા અનુસાર ચીફ વ્હીપ મહેશ જોશી અને ડેપ્યુટી ચીફ વ્હીપ મહેન્દ્ર ચૌધરી ધારાસભ્યોને ફોન કરી કરીને ધારીવાલના ઘરે બોલાવી રહ્યા છે, જ્યારે સચિન પાયલટ અને જૂથના ધારાસભ્યો બેઠક માટે પહોંચી ગયા છે.