શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2024 (13:04 IST)

રેપિસ્ટને નપુંસક બનાવી દો.. JDU નેતા કેસી ત્યાગીની સલાહ, આ લોકો પુરૂષ જ ન રહે એવી સજા થવી જોઈએ

KC tyagi
KC tyagi
 દેશની રાજધાની દિલ્હીમાં નિર્ભયા કાંડ પછી તત્કાલીન સરકારે મહિલાઓ વિરુદ્ધ થનારી હિંસાને લઈને સખત કાયદો પાસ કરાવ્યો હતો.  હવે પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તામાં સ્થિત RG Kar મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટર સાથે દરિંદાઓએ બર્બરતાની બધી હદ પાર કરી નાખી. ત્યારબાદ રાજ્ય સાથે જ કેન્દ્ર સ્તર પર પણ રેપની ઘટનાઓ પર કડક કાયદો બનાવવાની માંગ ઉઠવા માંડી છે. આ બધા વચ્ચે  JDU ના દિગ્ગજ  નેતા કેસી ત્યાગીએ પણ મોટુ ચોકાવનારુ નિવેદન આપ્યુ છે.  કેસી ત્યાગીએ રેપિસ્ટોને નપુંસક બનાવવાની સલાહ આપી દીધી છે.  સાથે જ તેમને RG Kar મામલે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીનુ વલણ દુર્ભાગ્યપુર્ણ બતાવ્યુ છે. 
 
 કલકત્તામાં એક ડોક્ટર સાથે રેપ અને હત્યાની ઘટના પછી મહિલાઓ વિરુદ્ધ યૌન ઉત્પીડનને લઈને દેશમાં ચાલી રહેલ તીખી ચર્ચાની વચ્ચે જનતા દળના નેતા કેસી ત્યાગીએ બળાત્કારીઓ ને સજાના રૂપમાં નપુંસક બનાવવાનુ ચોંકાવનારુ નિવેદન અપયુ છે. સાથે જ તેમણે કહ્યુ કે રેપના મામલામાં એક મહિનાની અંદર ન્યાય મળવો જોઈએ. કેસી ત્યાગીએ કહ્યુ, આ લોકો પુરૂષ જ ન બચે એવી સજા  થવી જોઈએ. બળાત્કારીઓનુ પૌરુષત્વ ખતમ કરી દેવુ જોઈએ.  જ્યારે પશ્ચિમ બંગાળની આ ઘૃણાસ્પદ ઘટના અને ત્યારબાદ દેશભરમાં ફેલાયેલા આક્રોશ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે એક સમાજવાદી તરીકે તેઓ માને છે કે મહિલાઓની ઇચ્છા વિરુદ્ધ કામ કરવા કરતાં મોટો અત્યાચાર બીજો કોઈ હોઈ શકે નહીં.