રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 12 સપ્ટેમ્બર 2023 (15:55 IST)

ભારતમાં ફરી નિપાહ વાયરસની એન્ટ્રી

Nipah virus in India- દક્ષિણ ભારતમાં નિપાહ વાયરસની એન્ટ્રીના સંકેતો મળ્યા છે. વાસ્તવમાં, કોઝિકોડ જિલ્લામાં તાવને કારણે બે લોકોના મૃત્યુ થયા છે. એવી આશંકા છે કે તેમનું મોત નિપાહ વાયરસના કારણે થયું છે.
 
દક્ષિણ ભારતમાં નિપાહ વાયરસનો પ્રથમ કેસ કોઝિકોડમાં 19 મે 2018ના રોજ નોંધાયો હતો.  કોઝિકોડ જિલ્લામાં તાવને કારણે બે લોકોના મૃત્યુ થયા છે
 
નિપાહ વાયરસને નિપાહ વાયરસ એન્સેફલાઈટિસ પણ કહેવાય છે. નિફા વાયરસ મનુષ્યો અને જાનવરોમાં ફેલાનારી એક ગંભીર ઈંફેક્શન છે. આ વાયરસ એન્સેફલાઈટિસનુ કારણ બને છે. નિપાહ વાયરસ, હેંડ્રા વાયરસ સાથે સંબંધિત છે જે ઘોડા અને મનુષ્યોનો વાયરલ શ્વાસ સંક્રમણ સાથે સંબંધિત છે. આ ઈંફેક્શન ફ્રૂટ બેટ્સ દ્વારા લોકોમાં ફેલાય છે.  ખજૂરની ખેતી કરનારા લોકો આ ઈંફેક્શનની ચપેટમાં જલ્દી આવે છે. 2004માં આ વાયરસને કારણે બાંગ્લાદેશ ખૂબ પ્રભાવિત થયુ હતુ.