ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 11 જાન્યુઆરી 2019 (16:48 IST)

CBI ચીફ પદ પરથી હટાવ્યા પછી આલોક વર્માએ આપ્યુ રાજીનામુ, બોલ્યા - ન્યાયને કચડવામાં આવ્યો

સીબીઆઈ(CBI)ના પૂર્વ ડાયરેક્ટર આલોક વર્મા એ સેવામાંથી રાજીનામુ આપી દીધુ છે. વર્માએ નિવેદન આપતા કહ્યુ - ન્યાયને કચડવામાં આવ્યો અને ડાયરેક્ટૅરના પદ પરથી હટાવવા માટે આખી પ્રક્રિયાને જ ઉલટાવી નાખી. આ પહેલા આલોક વર્માને ગુરૂવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી હાઈકોર્ટ પૈનલ (High power committee)  એ સીબીઆઈ ડાયરેક્ટરના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.  જ્યારબાદ વર્માની ટ્રાંસફર કરી તેમને ડીજી, ફાયર સર્વિસ સિવિલ ડિફેંસ અને હોમ ગાર્ડસ બનાવવામાં આવ્યા. 
 
પણ શુક્રવારે આલોક વર્માએ ફાયર સર્વિસનુ ડીઝી પદ ઠુકરાવતા સર્વિસમાંથી જ રાજીનામુ આપી દીધુ. આ પહેલા ઉચ્ચસ્તરીય પૈનલ તરફથી સીબીઆઈ ડાયરેક્ટર પદ પરથી હટાવ્યા પછી વર્માએ દાવો કર્યો કે તેમની ટ્રાંસફર તેમના વિરોધમાં રહેનારા એક્વ્યક્તિની તરફથી લગાવેલ ખોટા, નિરાધાર અને ફરજી આરોપોના આધાર પર કરવામાં આવી.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ઉચ્ચસ્તરીય પસંદગી સમિતિએ ભ્રષ્ટાચાર અને કર્તવ્યમાં બેદરકારી રાખવાના આરોપમાં ગુરૂવારે આલોક વર્માને પદ પરથી હટાવી દીધા. 
 
આ મામલે ચુપ્પી તોડતા વર્માએ ગુરૂવારે એક નિવેદનમાં કહ્યુ કે ભ્રષ્ટાચારના હાઈપ્રોફાઈલ મામલાની તપાસ કરનારી મહત્વપૂર્ણ એજંસી હોવાને નાતે સીબીઆઈની સ્વતંત્રતાને સુરક્ષિત અને સંરક્ષિત રાખવી જોઈએ. 
 
તેમણે કહ્યુ, તેને બહારી દબાણો વગર કામ કરવુ જોઈએ. મેં એજંસીની ઈમાનદારીને કાયમ રાખવાની કોશિશ કરી છે. જ્યારે કે તેને બરબાદ કરવાની કોશિશ કરવામાં આવી રહી હતી. તેને કેન્દ્ર સરકાર અને સીવીસીના 23 ઓક્ટોબર 2018ના આદેશોમાં જોઈ શકાય છે. જે કોઈપણ પ્રકારના અધિકાર વગર આપવામાં આવ્યા હતા અને જેને રદ્દ કરવામાં આવ્યા.