ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (22:39 IST)

ગણેશ ચતુર્થી પર મુંબઈમાં ધારા 144 લાગૂ, પંડાલોમાં ભક્તોની એંટ્રી પર રોક

કોરોના વાયરસની બીજી લહેર હજુ ખતમ થઈ નથી. આ દરમિયાન તહેવારોની ઋતુ પણ શરૂ થવાની છે. આવામાં કોરોનાથી બચવુ મુશ્કેલ બની શકે છે. જેને ધ્યાનમાં રાખતા સમગ્ર મુંબઈમાં 10થી 19 સપ્ટેમ્બરની વચ્ચે સીઆરપીસીની ધારા 144 લાગૂ કરવામાં આવી છે.  ગુરૂવારે રજુ આદેશ મુજબ તહેવાર દરમિયાન આખા શહેરમાં પાંચ કે વધુ લોકોના એકત્ર થવા પર રોક રહેશે. 
 
ઈંડિયા ટુડેની રિપોર્ટ મુજબ અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે ગણેશ ચતુર્થી દરમિયાન ભક્તોને ભગવાનના મંડપમાં જવાની મંજૂરી નહી મળે. ગણેશ ચતુર્થી દરમિયાન ગણેશજીના સ્ટેજ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હોય છે. આ સાથે, એક આદેશ પણ રજુ કરવામાં આવ્યો છે કે મુંબઈમાં કોઈ મોટી સભાઓનુ આયોજન નહીં થાય.
 
રાજ્યના ગૃહ વિભાગ વતી કહેવામાં આવ્યું હતું કે પંડાલમાંથી માત્ર ઓનલાઈન દર્શનની જ મંજૂરી આપવામાં આવશે. અગાઉ, ગૃહ વિભાગે એક પરિપત્રમાં કહ્યું હતું કે તહેવાર દરમિયાન સામાજિક અંતરનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. નવા પરિપત્રમાં જણાવાયું છે કે લોકોને ગણેશ પંડાલોમાં આવવા દેવામાં આવશે નહીં.
 
મુંબઈમાં બુધવારે કોરોના વાયરસના સંક્રમણના 530 નવા કેસ સામે આવ્યા હતા. નાયબ પોલીસ કમિશનર એસ ચૈતન્ય તરફથી રજુ આદેશમાં ગૃહ વિભાગ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના આદેશોનો હવાલો આપવામાં આવ્યો.