ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 22 ઑગસ્ટ 2021 (22:22 IST)

ગોડસેએ મહાત્મા ગાંધીને બદલે જિન્નાને માર્યા હોત તો કદાચ ભાગલા ન પડ્યા હોત

શિવસેના સાંસદ સંજય રાઉતે ભારતના ભાગલાની તુલના અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ સાથે કરી છે. પક્ષના મુખપત્ર સામનામાં પ્રકાશિત તેમની સાપ્તાહિક કોલમ 'રોકટોક'માં રાઉતે રવિવારે કહ્યું કે આ ઘટના દેશની સાર્વભૌમત્વ અને અસ્તિત્વના વિનાશની પીડાની યાદ અપાવે છે.
 
સંજય રાઉતે એમ પણ કહ્યું કે જો નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીને બદલે પાકિસ્તાનના નિર્માતા ઝીણાને મારી નાખ્યા હોત તો ભાગલા અટકાવી શક્યા હોત અને 14 ઓગસ્ટને 'વિભાજન વિભાષિકા સ્મૃતિ દિવસ' ના રૂપમાં  ઉજવવાની જરૂરત ન પડત. મરાઠી દૈનિકના એક્ઝિક્યુટિવ એડિટર રાઉતે કહ્યું, "અફઘાનિસ્તાનની પરિસ્થિતિ મને દેશના અસ્તિત્વ અને સાર્વભૌમત્વના વિનાશની યાદ અપાવે છે."
 
રાઉતે ભારતના ભાગલાની સરખામણી અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ સાથે કરી અને કહ્યું કે અફઘાન સૈનિકો ત્યાંથી ભાગી ગયા. તેમણે કહ્યું કે ભાગલાની વેદના ત્યા સુધી ભૂલી શકાતી નથી જ્યા સુધી અલગ થયેલો ભાગ પાછો લેવામાં ન આવે. ઉલ્લેખનીય છે કે 1947 માં આઝાદી પહેલા ભારતના ઉત્તર અને પૂર્વમાં એક અલગ દેશ પાકિસ્તાનની રચના થઈ હતી.
 
રાઉતે કહ્યુ કે અખંડ ભારત હોવું જોઈએ એવુ અમે માનીએ છીએ, પરંતુ એવું લાગતું નથી કે તે શક્ય બનશે, રાઉતે કહ્યું પરંતુ આશા પર દુનિયા કાયમ છે.  જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અખંડ હિન્દુસ્તાન ઈચ્છે છે તો તેમનું સ્વાગત છે. તેઓએ જણાવવું પડશે કે પાકિસ્તાનના 11 કરોડ મુસ્લિમો માટે તેમની યોજના શું છે.