ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 26 એપ્રિલ 2019 (15:23 IST)

દુષ્કર્મ કેસમાં આસારામના પુત્ર નારાયણ સાંઈ દોષિત ઠર્યો, 30 એપ્રિલે સજાનું એલાન થશે

ગુજરાતના ખૂબ જ ચર્ચિત નારાયણ સાઇ બળાત્કાર કાંડમાં સુરત ખાતેની સેશન્સ કોર્ટે  આજે  નારાયણ સાઈને દોષિત ઠેરવ્યો છે. આ કેસમાં કોર્ટ 30મી એપ્રિલે સજાનું એલાન કરશે. આજે  સવારે પોલીસ કાફલા સાથે નારાયણ સાઈને સુરત સેશન્સ કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. સુરતના જહાંગીરપુરામાં આવેલા આસારામના આશ્રમમાં નારાયણ સાઈએ તેની સાધિકા પર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં આજે નારાયણ સાઈ કોર્ટમાં દોષી પુરવાર થયો છે. પોલીસ નારાયણ સાંઈને લઈને કોર્ટમાં પહોંચી હતી. જ્યાં જજ ચુકાદો સંભળાવ્યો છે, જોકે,નારાયણ સાઈને સજાનું એલાન 30મી એપ્રિલે થશે. નારાયણ સાઈ વિરુદ્ધ જહાંગીરપુર પોલીસ સ્ટેશનમાં પોતાની સાધક પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. નારાયણ સાઈની સાધક મહિલાનો આરોપ હતો કે નારાયણ સાઈએ તેની સાથે વર્ષ 20002થી વર્ષ 2005 સુધી દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટના બાદ નારાયણ સાઈ ભુગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસે નારાયણ સાઈની ધરપકડ કર્યા બાદ કેસની પ્રક્રિયા શરૂ હતી તે દરમિયાન રૂપિયા 13 કરોડની લાંચ આપવાના ગુના સહિત સાક્ષીઓ પર હુમલો કરાવવાના ગુના પણ નારાયણ સાઈ વિરુદ્ધ નોંધાયા હતા. આ કેસની સુનાવણી પૂર્ણ થઈ ચુકી છે અને કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.નારાયણ સાઈએ કેસને નબળો પાડવા માટે અનેક હથકંડા અજમાવ્યા હતા પરંતુ આખરે તે કાયદાથી બચી શક્યો નહોતો. પિતા આસારામ દુષ્કર્મના કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો છે, ત્યારે નારાયણ સાઈ કસૂરવાર ઠરશે તો તેને 7-10 વર્ષની સજા થઈ શકે છે. પિતા પુત્રએ ધર્મની આડમાં અધર્મનો ખેલ ચલાવતા હતા. સુરતના જહાંગીરપુરા સ્થિત આશ્રમમાં દુષ્કર્મ ગુજરાવાના કેસમાં આજે ચુકાદો આવી શકે છે. નારાયણ સાઈને અગાઉ ગુજરાત હાઇકોર્ટે બિમાર માતાને મળવા માટે 3 અઠવાડિયાના જામીન આપ્યા હતા. ત્યારબાદ નારાયણ સાઈએ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડવા માટે પણ જામીન માંગ્યા હતા. સુરતની સેશન્સ કોર્ટે નારાયણ સાઈ સામેના કેસમાં આજે ચુકાદો આપી શકે છે. પાંત વર્ષ જેટલી લાંબી ટ્રાયલ બાદ આજે ચુકાદો આવી શકે છે. જો નારાયણ સાઈ કસૂરવાર ઠરશે તો 7-10 વર્ષનો ચુકાદો આવી શકે છે. પોલીસે આ કેસમાં 7 લોકો વિરુદ્ધ દુષ્કર્મ, સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય અને રાયોટિંગ સહિતના ગુના નોંધાયા હતા.