1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 26 ફેબ્રુઆરી 2023 (14:02 IST)

Beggar donated 50 lakhs- ભિખારીએ દાનમાં આપ્યા 50 લાખ

The beggar donated 50 lakhs- ભિખારીએ દાનમાં આપ્યા 50 લાખ  - તમિલનાડુના મદુરાઈના એક 72 વર્ષીય ભિખારી પોલે પાંડિયને CM રાહત કોષમાં અત્યાર સુધી 50 લાખ રૂપિયા દાન કરીને મોટું ઉદાહરણ રજૂ કર્યું છે. તામિલનાડુના તૂતૂકડી જિલ્લાના રહેવાસી ભિખારી પૂલપાંડિયને મે 2020માં પહેલી વખત CM રાહત કોષમાં 10 હજાર રૂપિયા દાન કર્યા હતા.
 
તમિલનાડુના મદુરાઈમાં ભિખારી પોલ પાંડિયને કોરોના સ્ટેટ રિલીફ ફંડમાં 90,000 રૂપિયાનું દાન આપીને એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. પાંડિયને કહ્યું કે જિલ્લાના મેજિસ્ટ્રેટે મને સામાજિક કાર્યકરનું બિરુદ આપ્યું છે, જેના માટે હું ખૂબ જ ખુશ છું. આ પહેલા પણ તેણે મે મહિનામાં જિલ્લા કલેક્ટર ટીજી વિનયને દસ હજાર રૂપિયાનું દાન આપ્યું હતું.
 
અત્યાર સુધી તે 8 જિલ્લામાં જઈને CM રાહત કોષમાં 10-10 હજાર રૂપિયાનું દાન કરી ચૂક્યો છે. તેણે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, તે પરિવારમાં એકલો છે. ભિક્ષાથી મળેલા પૈસા તેની જરૂરિયાતથી વધારે છે. તો તે તેને દાન કરી દે છે. પૂલપાંડિયને કહ્યું કે તેનો પરિવાર નથી. તે પોતાના પરિવારમાં એકલો છે. હું જે જિલ્લામાં જાઉ છું. ત્યાં ભિક્ષાથી જે પૈસા મળે છે, તેને એ જ જિલ્લામાં જિલ્લા અધિકારીની ઓફિસમાં જઈને ગરીબોની સહાયતા માટે પૈસા દાનમાં આપી દઉં છું. ત્યારબાદ બીજા જિલ્લા તરફ જાઉં છું.