રવિવાર, 14 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 21 સપ્ટેમ્બર 2022 (13:26 IST)

બંદૂક લઈને બેંક લૂંટવા પહોંચ્યો સાધુ

તમિલનાડુના તિરૂવરૂવરમાં એક અનોખી ઘટના સામે આવી છે. અહીં લોન આપવાની ના પાડી તો સાધુ બંદૂક લઈને બેંક લૂંટવા પહોંચી ગયો. આટલુ જ નહી આ ઘટનાને સાધુ તેમના ફેસબુક પાના પર લાઈવ ટેલીકાસ્ટ પણ કરતો રહ્યો. 
 
જાણકારી મુજબ આરોપી સાધુ સ્વામી મૂલગંડીમાં ઈદી-મિનાલ સંગમ ચલાવે છે. તેમની દીકરી ચીનથી મેડિકલ અભ્યાસ કરી રહી છે. તે તેમના અભ્યાસ માટે લોન લેવા સિટી યુનિયન બેંક પહોચ્યા હતા. 
 
બેંક અધિકારીએ સાધુથી લોનના બદલે સંપત્તિના દસ્તાવેજ માંગ્યા. તેના પર સાધુએ સવાલ કર્યો કે જ્યારે બેંકને પૈસા વ્યાજની સાથે પરત મળશે તો તે સંપત્તુના દસ્તાવેજ શા માટે માંગી રહ્યા છે.