ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 16 જુલાઈ 2023 (09:15 IST)

Doctor Hearth Attack - ઓપરેશન કરતાં ડોક્ટરને આવ્યો હાર્ટએટેક

છત્તીસગઢની એક હોસ્પિટલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયુ છે. જાંજગીર ચંપા જિલ્લા હોસ્પિટલમાં સગર્ભા મહિલાનું ઓપરેશન કરી રહેલા ડૉક્ટરનું ઓપરેશન થિયેટરમાં મોત થયું હતું. ડૉક્ટરનું મોત ત્યારે થયુ જ્યારે તેઓ પોતે જ ઓપરેશન કરી રહ્યા હતા. 
 
ડૉક્ટરનું મોત થતા જ હોસ્પિટલમાં ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે  ડૉક્ટરને હાર્ટ એટેક આવ્યો હતો. ગર્ભવતી મહિલાના સારવાર દરમિયાન જ ડોકટરે જીવ ગુમાવ્યો.  ડૉક્ટરના મોત વિશે જેણે પણ સાંભળ્યું તે વિશ્વાસ નહોતું કરી શકતું. 
 
મૃતક ડોક્ટરનું નામ શોભારામ બંજારે છે. તેમનું મોત થતાં જ તેના પરિવારજનોને તેની જાણ કરવામાં આવી હતી. મૃત્યુનું કારણ જાણવા લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. ડો.શોભારામ બંજારે છેલ્લા 3 વર્ષથી નિવૃત્તિ બાદ જિલ્લા હોસ્પિટલ જાંજગીરમાં કોન્ટ્રાક્ટ પર પોતાની સેવાઓ આપી રહ્યા હતા.