ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 11 મે 2023 (12:52 IST)

ભાણીના લગ્નમાં ખૂબ નાચી રહ્યા હતા એંજિનિયર મામા, અચાનક બેસી ગયા અને થયુ મોત જુઓ Video

hearth attack
આજકાલ હાર્ટ અટેકના મામલા ઝડપથી વધતા જ જઈ રહ્યા છે. હાલતા-ચાલતા લોકોના હાર્ટ અટેકથી મોત થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો વાયરલ થઈ ચુક્યા છે જેમા કોઈ  જીમમાં વર્કઆઉટ કરતી વખતે તો કોઈ ડાંસ કરતી વખતે અચાનક પડી જાય છે અને તેમનુ ઘટના સ્થળ પર જ મોત થઈ જાય છે.  એકવાર ફરીથી એક આવો જ વીડિયો સામે આવ્યો છે જેમા એક વ્યક્તિના લગ્નના કાર્યક્રમમાં સ્ટેજ પર ચઢીને ડાંસ કરી રહ્યા છે અને અચાનક તે બેસી જાય છે અને થોડીવાર પછી એ વ્યક્તિ સ્ટેજ પર બેઠા બેઠા જ પડી જાય છે અને પછી ક્યારેય ઉઠતા નથી 

 
ડાંસ કરતી વખતે આવ્યો હાર્ટ અટેક અને થઈ ગયુ મોત 
 
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ મામલો છત્તીસગઢના બાલોદનો છે. જ્યા એક વ્યક્તિ પોતાની ભાણીના લગ્નમાં ભાગ લીધો હતો. લગ્ન ના દિવસે તે સ્ટેજ પર ખુશીથી ઉત્સાહિત થઈને પોતાની  ભાણી, તેના પતિ અને અન્ય એક વ્યક્તિ સાથે ડાંસ કરી રહ્યા હતા. ત્યાર તે અચાનક સ્ટેજ પર જ બેસી ગયા અને બેસતા જ પડી ગયા. ઘટના  4-5 મે ની બતાવાય રહી છે. જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ મૃતકનુ નામ દિલીપ રાઉતકર છે અને તેઓ ભિલાઈ સ્ટીલ પ્લાંટમાં ઈલેક્ટ્રિકલ એંજીનિયરિંગ વિભાગમાં આસિસ્ટેંટ એંજીનિયર છે. 
 
ખુશીઓ ક્ષણભરમાં શોકમાં ફેરવાય ગઈ 
સ્ટેજ પર હાજર લોકોએ જણાવ્યુ કે દિલીપને છાતીમાં દુખાવો થયો હતો. જ્યારબાદ તેઓ સ્ટેજ પર જ અચાનક પડી ગયા અને આ પહેલા કોઈ કશુ કરી શકે તે બેહોશ થઈ ગયા. ઉતાવળમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. હોસ્પિટલમાં જાણ થઈ કે દિલીપની મોત હાર્ટ અટેકથી થયુ હતુ. દિલીપના મોત પછી ઘરનો ખુશીનો માહોલ શોકમાં ફેરવાય ગયો. દિલીપની બે પુત્રીઓ છે અને હવે તેમના માથા પરથી પિતાનો હાથ ઉઠી ગયો છે.