શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 8 જૂન 2022 (15:05 IST)

માતાએ અઢી વર્ષના માસુમને ક્રૂરતાથી માર માર્યો,

corona kids
રાજસ્થાનના ધોલપુરના બાડી વિસ્તરમાં એક માતાની ક્રૂરતાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવાઈ રહ્યુ છે કે માતા અઢી વર્ષના માસૂમને ક્રૂરતાથી માર મારી રહી છે પરંતુ માનુ હૃદય ન પીગળ્યુ. આ ઘટનાનો વીડિયો પરિવારના કોઈ સભ્યએ બનાવ્યુ જે પોલીસ સ્ટેશન સુધી પણ પહોચ્યો. 
 
પતિના રિપોર્ટ પર પોલીસે જુવેનાઈલ એક્ટ અંતર્ગત કેસ દાખલ કરીને મહિલાને પોલીસ સ્ટેશને લઈ આવી. કોતવાલી પોલીસ સ્ટેશનના પ્રભારી બિજેન્દ્ર સિંહે જણાવ્યું કે વીડિયોમાં અઢી વર્ષના માસૂમને નિર્દયતાથી માર મારતી મહિલા સરોજ અલીગઢ રોડની રહેવાસી છે. આરોપી મહિલાનો પતિ બંટી દિલ્હીમાં દુકાનમાં કામ કરે છે. હાલમાં જ તે પોતાના ઘરે આવ્યો હતો.
 
મહિલાની સાસુએ પણ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ન માની. આ દરમિયાન ઘરના જ એક સભ્યએ ક્રૂરતાનો આ વીડિયો બનાવી લીધો. આ દરમિયાન ઘરમાં મહિલાની સાસુ, નણંદ અને પતિ પણ હાજર હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પતિની ફરિયાદ બાદ પોલીસ મહિલાને સ્ટેશને લઈ આવી અને તેની પૂછપરછ કરી.