રવિવાર, 17 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 17 સપ્ટેમ્બર 2024 (15:33 IST)

સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર આખા દેશમાં લગાવી રોક, ફક્ત આ મામલામાં કાર્યવાહીની છૂટ

bulldozer action
મંગળવારે એક મોટો આદેશ આપતા સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશમાં બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી દીધી  છે. ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન આ સૂચના આપવામાં આવી છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે આ સૂચના આપી છે.
 
કોર્ટે કહ્યું કે અમે સ્પષ્ટ કરીએ છીએ કે  આ આદેશમાં રસ્તાઓ, ફૂટપાથ, રેલવે લાઈનોના ગેરકાયદેસર અતિક્રમણનો સમાવેશ થતો નથી.
 
કેન્દ્રએ આ આદેશ પર સવાલો ઉઠાવ્યા હતા. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે બંધારણીય સંસ્થાઓના હાથ આ રીતે ન બાંધવો જોઈએ જેના પર  જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે કહ્યું- જો કાર્યવાહી બે અઠવાડિયા સુધી રોકી દેવામાં આવે તો આકાશ નહીં ફૂટે. તમે તેને રોકો, 15 દિવસમાં શું થશે?