શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: જબલપુર , શુક્રવાર, 29 જૂન 2018 (14:30 IST)

ચોર ગળી ગયો મંગળસૂત્ર, પોલીસે પેટમાંથી કઢાવીને કર્યુ જપ્ત

જબલપુરમાં છેલ્લા ત્રણ દિવસમાં થયેલ લૂટની ઘટના કરનારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડિફેંસ કોલોની નિવાસી 70 વર્ષીય વૃદ્ધ મહિલા ઘરની બહાર ફરી રહી હતી. ત્યારે બદમાશે ગળામાંથી સોનાનુ મંગળસૂત્ર કાઢીને ભાગી ગયો. ભાગી રહેલ બદમાશને જ્યારે પોલીસે ધેરી લીધો ત્યારે એક લૂટારૂએ બચવા માટે ચેન ગળી લીધી. 
 
પોલીસે મંગળસૂત્ર કાઢવા માટે આરોપીને મેડિકલ કોલેજમાં દાખલ કરાવ્યો અને સર્જન ડોક્ટર દ્વારા સર્જરી કરાવીને પેટમાંથી સોનાનુ એક પેંડેંટ સાત મોતી કઢાવીને જપ્ત કર્યા. પૂછપરછમાં જાણ થઈ કે તેના દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ મોટર સાઈકલ પણ ચોરી થઈ હતી.  આ ઘટનાનો ખુલાસો કરતા પોલીસે બે આરોપીઓ રાજૂ થાપા અને સૂરજ કુમારની ધરપકડ કરી છે.