રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 19 જાન્યુઆરી 2022 (21:01 IST)

3 વર્ષની બાળકી અલિજેનુ તોતડી ભાષામાં ગવાયેલુ સોંગ 'દિલ પહાડો મે ખો ગયા' ને 10 કરોડ લોકોએ જોયુ, બોલીવુડ સ્ટાર્સ પણ બનાવી ચુક્યા છે રીલ

કોટાની 3 વર્ષની બાળકી અલિજેના અવાજ અને તેની સ્ટાઇલના કરોડો ચાહકો છે. આ પહેલા પણ આ ગીતને 10 કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને બોલીવુડના મોટા સ્ટાર્સ તેના પર રીલ બનાવી ચૂક્યા છે. અલીજેના મામા આદિલ રિઝવીનો કોટામાં જ સ્ટુડિયો છે. મામા સલમાન ઈલાહીએ ગીત લખ્યું હતું 'મેરા દિલ પહાડો મે ખો ગયા હૈ...'. આદિલે આ ગીત તેના સ્ટુડિયોમાં અલિજેના અવાજમાં શૂટ કરાવીને રેકોર્ડ કર્યું હતું.
 
અલિજેએ બોલવાની સાથે જ ગાવાનુ પણ શરૂ કર્યુ 
 
6 મહિના પહેલા આ ગીત આદિલે તેની યુટ્યુબ ચેનલ એરિઝ મ્યુઝિક અંડ ફિલ્મ પર અપલોડ કર્યું હતું. તેમણે આ સોંગને અલિજેના ઈન્સ્ટા એકાઉન્ટ પર પણ શેર કર્યું છે. ત્યારબાદ તો તોતલી આવાઝમાં આ ગીત એટલું ટ્રેન્ડિંગ થઈ ગયું કે અત્યાર સુધીમાં તેને ઈન્સ્ટા પર 10 કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આદિલે જણાવ્યું કે, અલિજેનો મોટાભાગનો સમય રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જ પસાર થતો હતો. બોલવાની સાથે તેણે ગાવાનું પણ શરૂ કર્યું.
 
હની સિંહ અને કોમેડિયન ભારતી સિંહ બનાવી ચુક્યા છે રીલ 
 
અલિજેનો આ અવાજ લોકોને પસંદ આવી રહ્યો છે. 'મેરા દિલ પહાડો મે ખો ગયા હૈ...'. ગીત પર 5 લાખથી વધુ લોકોએ રીલ બનાવી છે. બોલીવુડના લોકપ્રિય રેપર હની સિંહ, કોમેડિયન ભારતી સિંહ અને હિના ખાને પણ પોતાના એકાઉન્ટ પર અલીજેના ગીતની રીલ શેર કરી છે. આ ઉપરાંત યુટ્યુબ પર 3 લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે.
 
મામા પાસે રહીને ગાવાનું શીખી 
 
અલિજેના પિતા ઈરફાન મોહમ્મદ બેંકમાં કામ કરે છે અને માતા અફરોઝ રિઝવી શિક્ષક છે. માતા-પિતાએ જણાવ્યું કે તેણીએ એક વર્ષ પહેલા ગાવાનું શરૂ કર્યું હતું અને હાલમાં તે નર્સરીમાં અભ્યાસ કરી રહી છે. અભ્યાસની સાથે સંગીત શીખવાનું ચાલુ રાખશે અને ટૂંક સમયમાં જ અલિજેના વધુ ગીતો આવી રહ્યા છે. ગીત હિટ થયા બાદ ઘણી એડ એજન્સીઓ તરફથી ઓફર પણ આવી રહી છે. અલિજે શરૂઆતથી જ મામા સાથે રહી. આવી સ્થિતિમાં તેણે સ્ટુડિયોમાં ગાવાનું શીખ્યુ