સોમવાર, 26 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 19 જાન્યુઆરી 2022 (17:03 IST)

4 હાથ 4 પગવાળા બાળકની ફોટો VIRAL, લોકો બોલ્યા - ભગવાનનો અવતાર

બિહાર(Bihar)ના કટિહાર(Katihar)માં 4 હાથ અને 4 પગ (4 hands 4 legs baby)વાળા બાળકનો જન્મ થયો છે. જેવી આ બાળક અંગેની જાણકારી આસપાસના વિસ્તારમાં ફેલાઈ, હોસ્પિટલમાં લોકોની ભીડ ઉમટી, લોકો પણ આ બાળકની એક ઝલક જોવા માંગતા હતા. સોશિયલ મીડિયા પર  હવે આ બાળકની તસવીરો પણ ઝડપથી વાયરલ થઈ રહી છે.
 
બિહારના કટિહારની સદર હોસ્પિટલમાં આ બાળકનો જન્મ  થયો હતો. જ્યારે આસપાસના લોકોને આ અનોખા બાળકની ખબર પડી તો તેઓ પણ તેને જોવા પહોંચી ગયા. કેટલાક લોકો આ કુદરતનો કરિશ્મા કહી રહ્યા છે તો કેટલાક લોકોએ કહ્યું કે આ ભગવાનનો અવતાર છે. બીજી બાજુ ડોક્ટરે  કહ્યું કે બાળક શારીરિક રીતે વિકલાંગ અને એબ્નોર્મલ છે. ડોક્ટરે એમ પણ કહ્યું કે તેને અનોખુ બાળક ન કહેવુ જોઈએ. 
 
પશ્ચિમ બંગાળના રહેવાસી બાળકના પિતાએ જણાવ્યું કે બાળકના જન્મ પહેલા તેની તપાસ કરવામાં આવી હતી. અલ્ટ્રાસાઉન્ડ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ ટેસ્ટ રિપોર્ટમાં ડોકટરોએ કહ્યું હતું કે બાળક સારુ છે. જો કે જન્મ બાદ બાળક ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે.