ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 23 માર્ચ 2022 (00:05 IST)

અમદાવાદમાં સી ફોર્મના નિયમોના વિરોધમાં 100થી વધુ ડોકટરો રસ્તા પર ઉતર્યા

અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ (AHNA) સાથે સંકળાયેલા ખાનગી હોસ્પિટલોના ડોકટરોએ ફોર્મ ‘સી’ રજીસ્ટ્રેશનના રીન્યુઅલના તેમજ બીયુ પરમિશનના પ્રશ્નને લઈને આજે સવારે રેલી યોજી હતી. આશ્રમ રોડ પર વલ્લભસદન ખાતે બેનરો દર્શાવી વિરોધ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં શહેરની ખાનગી હોસ્પિટલોના 100થી વધુ ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફ પણ જોડાયો હતો. વિરોધ બાદ તેઓએ રિવરફ્રન્ટ ખાતે મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર પણ આપ્યુ હતુ. ડોકટરોએ આજે વિરોધને પગલે સવારે 9થી 11 સુધીની OPD બંધ રાખી છે. જો કે સાંજની OPD રાબેતા મુજબ જ ચાલુ છે.

AHNAના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહેલીવાર હોસ્પિટલના રજીસ્ટ્રેશનના રીન્યુઅલ માટે બીયુ પરમીશનની માંગણી કરવામાં આવી છે. શહેરમાં 50 ટકા બિલ્ડિંગો BU પરમિશન વગર છે. સી ફોર્મના કાયદામાં થોડી છુટછાટ આપવામા આવે. સી ફોર્મના નવા નિયમોના કારણે 500 જેટલી હોસ્પિટલો બંધ થઈ જશે. આજે આ સી ફોર્મના નિયમોમાં ફેરફાર લાવવા માટે વલ્લભ સદન પાસે મોટી સંખ્યામાં ભેગા થઇ અને વિરોધ પ્રદર્શન કર્યો છે અને આજે સવારે OPD બંધ હોવાના કારણે દર્દીઓને પડતી તકલીફ માટે અમે માફી માંગીએ છીએ. બીયુ માટેના કાયદાઓ સ્થળ પરની પરિસ્થિતીને સુસુંગત ના હોવાથી મોટા ભાગની હોસ્પિટલ્સ તેમજ નર્સિંગ હોમ્સને બીયુ લેવામાં મુશ્કેલી પડી રહી છે. કેટલાક કોમર્શિયલ કોમ્પલેક્ષમાં અન્ય લોકો તૈયાર ન હોવાથી પણ બીયુ પરમીશન લેવી અઘરી પડી રહી છે. દર્દી તેમજ સામાન્ય લોકો માટે આગ સામેની સલામતી માટે જરૂરી સિસ્ટમ તમામ હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સમાં ઉપલબ્ધ છે. ફાયર એનઓસી મેળવવામાં આવી છે. આ બાબત અંગે કોઈ જાતની બાંધછોડ ન કરવા અમે પ્રતિબદ્ધ છીએ તેવું  AHNA સેક્રેટરી ડો. વિરેન શાહે જણાવ્યું હતું.