શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 1 જુલાઈ 2019 (10:39 IST)

મુંબઈમાં આજે ફરી ભારે વરસાદની ચેતાવણી, 4 ટ્રેન રદ્દ અને 5 ને કરી ડાયવર્ટ

મુંબઈમાં રવિવારે રાતથી લગભગ વરસાદ થઈ રહ્યો છે જેને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાય ગયુ છે. પાણી ભરાય જવાને કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. પાલઘરમાં પાણી જમા થવાથી ચાર ટ્રેનો રદ્દ અને પાંચ ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે.  હવામાન વિભાગે સોમવરના દિવસે મુંબઈમાં ભારે વરસાદની ચેતાવણી આપી છે. થોડા દિવસ પહેલા મુંબઈમાં ભારે વરસાદને કારણે શહેરમાં ફક્ત પાણી પાણે જ દેખાય રહ્યુ છે. 
રસ્તા પર ઉભેલી ગાડીઓ ડૂબવા માંડી છે. તો ક્યાક પાણી ભરાય જવાને કારણે ટ્રાફિક પર અસર પડી છે.  બીજી બાજુ રોડ માર્ગથી પણ ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ગાંધી માર્કેટના ટ્રાફિકને ભાઉદાજી રોડ અને સુલોચના શેટ્ટી રોડ પર ડાયવર્ટ કરવામાં આવી છે. તો બીજી બાજુ નેશનલ કોલેજ, એસવી રોડ, બાદ્રા રોડના ટ્રાફિકને લિંક રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો.