સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 28 જૂન 2019 (18:27 IST)

આનંદ મહિન્દ્રાને પણ ગમી ગયો 'દેશી જુગાડ' વાળો આ Video

જુગાડ કરવા બાબતે ભારતીય કોઈનાથી ઉતરે એવા નથી. નાનાથી નાની વસ્તુઓમાંથી પણ લોકો પોતાના મોટા મોટા કામ એવી રીતે કાઢી લે છે કે દેખનારો પણ નવાઈ પામે  આવો જ જુગાડવાળો એક વીડિયો બિઝનેસ મેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra)એ શેયર કર્યો જે જોત જોતામાં વાયરલ થઈ ગયો. વીડિયોમાં બતાવાયુ છે કે કેવી રીત એક પાણીની બોટલનો ઉપયોગ દરવાજો બંધ કરવા માટે કર્યો છે.  ઉલ્લેખનીય છેકે આનંદ મહિન્દ્રા અવારનવાર ભારતીયોના મજેદાર જુગાડવાળા વીડિયો શેયર કરતા રહે છે. વીડિયો શેય કરતા મહિદ્નાએ દરવાજો બંધ કરાઅની આ બોટલ તકનીક અને જુગાડને બનાવનારાના વખાણ કર્યા છે. 
 
ટ્વિટર પર વીડિયો ટ્વીટ કરતા આનંદ મહિન્દ્રાએ લખ્યુ, "મારુ #whatsappwonderbox મામૂલી, પણ લીકથી અલગ ઉદાહરણોથી ભર્યુ પડ્યુ છે. જેનો ઉપયોગ રોજબરોજની સમસ્યાઓને દૂર કરવામાં થાય છે. આ માણસે ફક્ત 2 રૂપિયા ખર્ચ કરીને દરવાજાને આપમેળે જ બધ કરવાનો જુગાડ શોધી લીધો. જ્યારે કે હાઈડ્રોલિક માટે 1500 રૂપિયાનો ખર્હ્ક આવતો. આપણે આ રચનાત્મકતાને આગળ કેવી રીતે લઈ જઈએ જેનાથી જુગાડ ઝકાસ બની જાય." 
 
આ વીડિયોને સૌ પહેલા ટિકટૉક  પર અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં દેખાય રહ્યુ છે કે એક બોટલને દરવાજાની ઉપર ટાંગી છે.  બોટલ ખૂબ આરામથી દરવાજાને બંધ કરવાનુ કામ કરી રહી છે.  
 
આવુ પહેલીવાર નથી કે જ્યારે આનંદ મહિન્દ્રાના વ્હાટ્સએપ પર આ પ્રકારનો કોઈ જુગાડવાળો વીડિયો આવ્યો હોય.  આ પહેલા પણ તેઓ આ પ્રકારના અનેક વીડિયો શેયર કરી ચુક્યા છે.  
 
હવે એ બતાવો કે તમને આ બોટલની જુગાડવાળો વીડિયો કેવો લાગ્યો.