શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 6 માર્ચ 2022 (14:36 IST)

વધુ પડતી ડ્યુટીથી પરેશાન, BSF જવાને મેસમાં ગોળીબાર કર્યો, 5ના મોત, ઘણા ઘાયલ

અમૃતસરમાં BSF મેસમાં એક જવાને ફાયરિંગ કર્યું. ગોળીબાર કરનારા કોન્સ્ટેબલ સહિત પાંચ સીમા સુરક્ષા દળો (BSF)ના જવાનો શહીદ થયા હતા. આ ઘટના રવિવારે 6 માર્ચે બની હતી.

ઘાયલ જવાન પૈકી એકની હાલત ગંભીર છે. હાલ ચાર BSF જવાનોના મૃતદેહ હોસ્પિટલ પહોંચ્યા છે. આ ઘટનામાં અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

ફાયરિંગ કરનાર સૈનિકે પોતાને પણ ગોળી મારી દીધી હતી. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. બીએસએફના એક અધિકારીએ કહ્યું કે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.