શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 16 જાન્યુઆરી 2022 (11:08 IST)

બનાસકાંઠા: ગમખ્વાર અકસ્માતમાં 5ના મોત

થરાદ-ધાનેરા હાઇવે પર કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, 5ના મોત 
 
રાજ્યમાં સતત રોડ અકસ્માતોની ઘટના વધી રહી છે ત્યારે આજે વહેલી સવારે સરહદી વિસ્તાર બનાસકાંઠામાં કાર અને ટ્રેકટર વચ્ચે દર્દનાક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં બે બાળકોનો હોવાનું પણ જાણવા મળ્યું છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના સરહદી વિસ્તાર બનાસકાંઠામાં થરાદ- ધાનેરા હાઇવે પર પાવડાસણ પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 5 લોકોના મોત નિપજ્યા છે. મૃતકોમાં 3 પુરુષો અને 2 બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે કે, અન્ય 3 ઘાયલોને ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તેમજ મૃતકોના મૃતદેહોને પી એમ અર્થે ધાનેરા રેફરલ ખાતે ખસેડાયા હતા.
 
આ અકસ્માતામાં ગેમરાજી જુમાજી (ઉમર 55 વર્ષ), ટીપુબેન ભમરજી (ઉંમર 7 3 વર્ષ), શૈલેષભાઇ ભમરાજી (ઉંમર 2 વર્ષ), રમેશભાઈ બળવંતજી (ઉંમર 35 વર્ષ) અને અશોકભાઈ ઠાકોર જડિયાળીના મોત નિપજ્યા હતા. 
 
ધાનેરા પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યુ કે, ખેડાનો એક પરિવાર ભાખડીયાલ જઇ રહ્યો હતો. 4 મૃતકો ભાખડીયાલના અને 1 મૃતક જડિયાલીનો રહેવાસી હતો. અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.