1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 20 ડિસેમ્બર 2019 (14:51 IST)

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાને મળ્યો ઈંસાફ, કુલદીપ સેંગરને ઉમંરકેદ, 25 વર્ષનો દંડ

ઉન્નાવ દુષ્કર્મ  કેસમાં કોર્ટએ નિર્ણય સંભળાવી દીધો છે. ભારતીય જનતા પાર્ટીમાંથી બહાર થયેલા ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને ઉમરકેદની સજા સંભળાવી છે. આ સાથે જ સેંગર પર કોર્ટએ દંડ પણ ફટકાર્યો છે. 
 
તીસ હજારી કોર્ટે કુલદીપ સેંગરને દોષી માન્યા અને આજે સજાનુ એલાન કરતા સેંગરને ઉમરકેદની સજા સંભળાવી. આ સાથે જ સેંગરને 25 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો.  બીજી બાજુ નિર્ણય સમયે કુલદીપ સેંગર જજની સામે હાથ જોડીને ઉભા રહ્યા. કોર્ટે સીબીઆઈને પીડિતા અને તેના પરિવારને જરૂરી સુરક્ષા આપવાનો આદેશ કર્યો. 
 
કોર્ટે સેંગરને અપહરણ અને દુષ્કર્મના દોષી સાબિત કર્યા છે. સજા પર ચર્ચા દરમિયાન સીબીઆઈએ કોર્ટ પાસેથી અધિકતમ સજાની માંગ કરી હતી. 16 ડિસેમ્બરના રોજ દિલ્હીની તીસ હજારી કોર્ટે સેંગરને ધારા 376 અને પૉક્સોના સેક્શન 6 હેઠળ દોષી ઠેરવ્યા હતા. જ્યારે કે 17 ડિસેમ્બરના રોજ સજા પર ચર્ચા કરવામાં આવી હતી. 
 
આ પહેલા કોર્ટે કહ્યુ હતુ કે તેઓ  ઉતાવળમાં કોઈ નિર્ણય નથી કરવા માંગતા. ઉન્નાવ દુષ્કર્મ કાંડ જઘન્ય ષડયંત્ર, હત્યા અને દુર્ઘટનાઓથી ભરેલો છે.